અનિલ અંબાણી સહિત ઘણા ભારતીયોના નામ,એચએસબીસી બેંકના લીક થયેલા દસ્તાવેજોમાં,આવ્યા છે……

સ્વિટ્ઝર્લેન્ડની સુપ્રીમ કોર્ટે 29 એપ્રિલે આદેશ આપ્યો હતો કે રિલાયન્સ ગ્રૂપના અનિલ અંબાણી, તેમની પત્ની ટીના અંબાણી અને તેમના બંને પુત્રોનાં નામે સ્વિસ બેંક ખાતાની માહિતી ભારત સરકાર સાથે વહેંચવામાં આવે.

ભારત અને સ્વિટ્ઝર્લેન્ડ વચ્ચે થયેલા કરાર બાદ ભારત સરકારે  સ્વિટ્ઝર્લેન્ડની સરકાર પાસે સ્વિસ બેંકમાં રહેલા ભારતીયોના ખાતા વિશે માહિતી માંગી હતી. આ સંદર્ભે, આ મામલો સ્વિટ્ઝર્લેન્ડની સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો

અદાલતની ઓર્ડર કોપીમાં અનિલ અંબાણી અને તેના પરિવારના નામની જગ્યાએ એ, બી, સી, ડી એવું લખેલું છે, પરંતુ સ્વિસ મેગેઝિનનાં પત્રકારના જણાવ્યા મુજબ જે પત્રકારો કોર્ટનું રિપોટીંગ કરે છે, તે પત્રકારોને કોર્ટની ફાઇલમાં જોવાની છૂટ છે, અને તે ફાઇલમાં તેમના નામ લખેલા છે.

અનિલ અંબાણી સહિત ઘણા ભારતીયોના નામ એચએસબીસી બેંકના લીક થયેલા દસ્તાવેજોમાં આવ્યા છે કે તેમણે ટેક્સ ભરવાથી બચવા માટે સ્વિસ બેંકોમાં ખાતા ખોલાવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.