તૌકતે વાવાઝોડાને લઈને ગુજરાત સહિત દરિયાકાંઠાના રાજ્યોમાં ટેન્શન વધ્યું છે ત્યારે અરબ સાગરમાં આ ચક્રવાત વધુને વધુ મજબૂત બની રહ્યું છે. ચક્રવાત હવે સિવિયર સાયક્લોનીક સ્ટોર્મમાં ફેરવાયું છે અને હાલમાં વાવાઝોડું પણજી-ગોવાથી 200 કિલોમીટર જેટલું દૂર છે તથા વેરાવળથી 700 કિમી દૂર છે.
હવામાન વિભાગના અનુમાન મુજબ વાવાઝોડું 18મી મેના રોજ ગુજરાતને ટકરાઇ શકે છે.આ આફતને પહોંચી વળવા માટે રાજ્ય સરકારે મંત્રીઓને જુદી જુદી જવાબદારીઑ સોંપી દીધી છે જેમાં જુદા જુદા જિલ્લાઓના મંત્રીઓને જિલ્લાઓની જવાબદારી આપવામાં આવી છે.
- ભુપેન્દ્રસિંહ ચુડાસમા-ગીરસોમનાથ
- જયેશભાઇ રાદડિયા-પોરબંદર
- જવાહરભાઇ ચાવડા-જૂનાગઢ
- દિલીપકુમાર ઠાકોર અને વાસણભાઇ આહિર-કચ્છ
- ધર્મેન્દ્રસિંહ જાડેજા-દેવભૂમિ દ્વારકા
- કુંવરજીભાઇ બાવળીયા-અમરેલી
- સૌરભભાઇ પટેલ-રાજકોટ
- યોગેશભાઇ પટેલ-મોરબી
- આર. સી. ફળદુ-જામનગર
- કુમારભાઇ કાનાણી-સુરત
- રમણભાઇ પાટકર-વલસાડ
- ઇશ્વરભાઇ પરમાર-નવસારી
- ઇશ્વરસિંહ પટેલને-ભરૂચ
- વલસાડમાં તિથલ દરિયાકિનારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત, NDRFની ટીમ પહોંચી તથા વાતાવરણમાં પલટો
- સુરતમાં સંભવિત અસરને પગલે 29 ગામોને કરાયા એલર્ટ
- જામનગરના બંદરો ઉપર 2 નંબરનું સિગ્નલ તથા 22 ગામડાઓ અલર્ટ ઉપર મુકાયા
- પોરબંદર : માધવપુરથી મિયાણી સુધીના 30 ગામ હાઈઅલર્ટ પર, લોકોને સલામત સ્થળે ખસેડવા તલાટીઓને સ્ટેન્ડ બાય રહેવા આદેશ
- રાજકોટમાં હવામાન બગડે તો ફલાઈટ સુરત ડાયવર્ટ કરવાની સંભાવના, સુરત એરપોર્ટ ઉપર અલર્ટ
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.