પેટાચુટણી:બાયડ અને રાધનપુર બેઠક પર ભાજપને ફટકો પડવાની શક્યતાઓ વઘી, અલ્પેશ ઠાકોર અને ઘવલસીહના હાર એઘાંણ

ગુજરાત પણ 6 બેઠકો પર પેટાચૂંટણીના પરિણામ જાહેર કરવામાં આવી રહ્યા છે. આ 6 બેઠકોમાંથી બે બાયડ અને રાધનપુર બેઠકો પર ગુજરાતની મીટ મંડાઇ છે. શરૂઆતી પરિણામોમાં ભાજપને આ બંને બેઠકો પર ફટકો પડતો દેખાઇ રહ્યો છે. ચૂંટણી પહેલા કોંગ્રેસ છોડીને ભાજપની બેઠક પરથી પેટાચૂંટણી લડવા ઉતરેલા અલ્પેશ ઠાકોર રાધનપુર બેઠક પરથી પાછળ ચાલી રહ્યા હોવાના અહેવાલ આવી રહ્યા છે, એટલું જ નહીં તો બાયડ બેઠક પરથી ધવલસિંહ ઝાલા પર પાછળ ચાલી રહ્યા છે જે અલ્પેશની સાથે કોંગ્રેસ છોડીને ભાજપમાં પ્રવેશ્યા હતા.

વાત કરીએ રાધનપુર બેઠકની તો અલ્પેશ ઠાકોર અને કોંગ્રેસના રઘુ દેસાઇ વચ્ચે ખરાખરીનો જંગ દેખાઇ રહ્યો છે. પહેલા રાઉન્ડના અંતે રાધનપુર બેઠક રઘુ દેસાઇને લીડ મેળવી લીધી છે. બાયડ બેઠક પર પણ કોંગ્રેસના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે. બાયડ બેઠક પર પણ કોંગ્રેસ જશુભાઇ પટેલ આગળ ચાલી રહ્યા છે. ધવલસિંહ 2200 મતોથી પાછળ ચાલતા હોવાના અહેવાલ મળતાં જ ભાજપના કાર્યકર્તાઓ નિરાશા સાફ દેખાઇ કરહી છે. આ પહેલા ધવલસિંહ ઝાલાએ 2017માં આ બેઠક 7500 મતોથી જીતવામાં સફળતા મળી હતી,

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.