હવામાન વિભાગે કરી આગાહી : આજે સૌરાષ્ટ્ર-કચ્છમાં પડી શકે છે વરસાદ

આજે ફરીથી સૌરાષ્ટ્રમાં બવરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન ખાતાની આગહીયા અનુસાર આજે સૌરાષ્ટ્ર અને કચ્છામાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ સાથે જ વાતાવરણમાં ભેજનું વાતાવરણ જોવા મળશે. આગામી બે દિવસ સુધી દક્ષિણ ગુજરાતમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. સૌરાષ્ટ્ર બાદ દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ પડી શકે છે. 27 અને 28 મે દરમિયાન દક્ષિણ ગુજરાતમાં વરસાદ શક્યતા છે

સૌરાષ્ટ્ર વિસ્તારોમાં ભારે વરસાદના કારણે જળાશયોમાં પાણીનો જથ્થો પણ વધ્યો છે. નવા નીરની આવકના કારણે જે જળાશયો ચોમાસામાં ખાલી હતા ત્યાં પણ પાણીનો સંગ્રહ વધ્યો છે. ભાવનગરના શેત્રુંજી ડેમમાં 57 ટકા પાણી ભરાઈ ગયું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.