26મેના રોજ ખેડૂતો મનાવશે કાળો દિવસ,રાકેશ ટિકૈતે કાયદો પરત લેવાની કરી માંગ

કૃષિ કાયદાના વિરોધમાં ધરણા પર બેઠેલા ખેડૂતોએ સરકારસાથે અનેક વાર બેઠક કરી છે અને હવે ફરી એકવાર ખેડૂતો સાથે વાતચીતનો પ્રસ્તાવ આપ્યો છે.

ભાકિયૂ નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે ખેડૂત સંગઠન કેન્દ્રની સાથે વાત શરૂ કરવા તૈયાર છે પણ આ વાતચીત નવા કૃષિ કાયદાને પરત લેવા માટે હોવી જોઈએ. તેઓએ કહ્યું કે તેમની માંગ પૂરી થતા પહેલા ખેડૂતોના પ્રદર્શન સ્થળથી હટવાનો કોઈ પ્રશ્ન જ નથી. જો કે સરકારની તરફથી પહેલા પણ ખેડૂતો સાથે અનેક વાર વાતચીત થઈ છે. કિસાન નેતા કૃષિ કાયદાને પરત લેવાની માંગ પર અડગ હોવાથી બંને પક્ષ વચ્ચે સહમતિ બની રહી નથી.

ટિકૈતે કહ્યું કે જ્યારે સરકાર વાત કરવા ઇચ્છશે ત્યારે સંયુક્ત કિસાન મોર્ચા વાત કરશે. તેઓએ કહ્યું કે વાતચીતને માટે નવા કૃષિ કાયદાને પરત લેવાની વાત હોવી જોઈએ.

ખેડૂત આંદોલનને 6 મહિનાથી વધુ સમય થઈ ચૂક્યો છે ત્યારે આ અવસરે ખેડૂત સંગઠનોએ 26મેના રોજ દેશવ્યાપી પ્રદર્શની જાહેરાત કરી છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.