હવે પીળી ફુગનો ખતરો, નોંધાયો પહેલો કેસ, જાણો શું હોય છે લક્ષણો…

દેશમાં કોરોના વાયરસનના કેસ જેમ જેમ ઘટી રહ્યા છે, તેમ તેમ ફંગસના (Fungus) એટલે કે મ્યૂકોરમાઇકોસીસના (Mucormycosis) કેસ રોજ બરોજ વધી રહ્યા છે. હજી તો બ્લેક અને વ્હાઇટ ફંગસ (Black-white Fungus) સામે લડવા સરકાર રણનીતિ બનાવે અને તેમાં પાર ઉતરે તે પહેલાં નવો ખતરો સામે આવ્યો છે. દેશમાં હવે પીળી ફંગસનો (Yellow Fungus) પ્રથમ કેસ નોંધાઈ ગયો છે. જોકે, આ ફંગસને બાકીને બે ફંગસ કરતા વધુ સંક્રામક માનવામાં આવે છે. દેશમાં પીળી ફંગસનો પ્રથમ કેસ ઉત્તર પ્રદેશના (Uttar pradesh) ગાઝિયાબાદમાં નોંધાયો છે. અહીંયા 45 વર્ષના એક દર્દીમાં પીળી ફંગસ સામે આવતા તેમનો ઈલાજ થઈ રહ્યો છે.

પીળી ફૂગના સંક્રમણનું કારણ :                                                                                                એવું માનવામાં આવે છે કે સફાઈની ઉણપ અને પ્રદૂષિત ખોરાકના કારણે યેલ્લો ફંગસ ફેલાય છે. આ સાથે સ્ટીરોઇડ અને એન્ટિ ફંગલ દવાઓના અતિરકના કારણે પણ ફેલાય છે. ખાસ કરીને કોવિડ-19માંથી સાજા થઈ રહેલા દર્દીઓમાં આ ફંગસ જોવા મળે છે.

શું છે લક્ષણો :                                                                                                                      યેલ્લો ફંગસ શરૂઆતમાં દર્દીને ખૂબ જ થાકનો અનુભવ કરાવે છે. ઓછી ભૂખ લાખવી, વજન ઘટવાની ફરિયાદ અને ત્યારબાદ ખૂબ જ ઝડપી વજન ઘટાડો જોવા મળે છે. આ સ્થિતિમાં શરીરના આંતરિક ભાગોમાં રક્તસ્ત્રાવ અને ઑર્ગન ફેલ્યોરનો ખતરો રહે છે.

શું યેલ્લો ફંગસ, વ્હાઇટ અને બ્લેક કરતાં વધુ ખતરનાક છે?                                                                કાળી અને સફેગ ફંગસના કારણે ચહેરા પર સોજો આવવો, નાક ઉપર કાળો કલર થઈ જવો અથવા રંગ ઉતરવો અથવા ઓછું દેખાવું, છાતીમાં દુ:ખાવો વગેરે જેવા લક્ષણો જોવા મળે છે. જોકે, ડૉક્ટરના મતે યેલ્લો ફંગસ દર્દીના આંતરિક ભાગોમાં સંક્રમણ ફેલાવવાનું શરૂ કરી નાખે છે એટલા માટે દર્દીઓને સલાહ આપવામાં આવે છે કે ભૂખ ન લાગવી કે વજન ઘટાડાની ફરિયાદ આવે કે તાત્કાલિક તેમણે સારવાર શરૂ કરી દેવી જોઈએ. આ ફંગસ વધુ સંક્રામક છે તેવું પણ તબીબોનું માનવું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.