ગુગલની મદદથી ચોરી કરતો ચોર ઝડપાયો, પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

પોલીસ દ્વારા એક હાઇટેક ચોરને ઝડપી લીધો છે. જે ગુગલ મેપની મદદથી તંબાકુની દુકાન શોધીને ચોરી કરતો હતો. જો કે પોલીસે આરોપીને ઝડપી પાડ્યા બાદ આરોપીએ બે મહિના પહેલા જૂનાગઢ અને પાંડેસરામાં ગુટખાની દુકાનો ગુગલ મેપમાં સર્ચ કરતો હતો. આ પ્રકારે વધારે 9 લાખથી વધારેના સામાનની ચોરી કરી હોવાની પોલીસ સાથે કબુલાત કરી હતી. જો કે વરાછા ખાતે કારખાનામાં નોકરી કરવા દરમિયાન આ કૃત્ય કરતો આચરતો હતો.

સુરતમાં સતત વધી રહેલી ચોરીની ઘટનાઓને ડામવા માટે ક્રાઇમબ્રાંચે બાતમીદારોને કામે લગાડ્યા હતા. જેમાં પોલીસને બાતમી મળી હતી કે, વરાછાના એક કારખાનામાં કામ કરતો ઇસમ ગુગલ મેપનો ઉપયોગ કરીને તંબાકુના ગોડાઉનમાં ચોરી કરતો હતો. જે માટે તેણે ગેંગ પણ બનાવી હતી.

આ ઇસમે બે મહિના પહેલા જૂનાગઢ અને હાલમાં જ સુરતના પાંડેસરામાં 9 લાખ રૂપિયાની ચોરી કરી હતી. આ ગેંગને ઝડપી લેવા માટે પોલીસ પહોંચી હતી. જો કે અન્ય લોકો ઝડપાયા નહોતા પરંતુ ગેંગનો મુખ્ય સુત્રધાર ઝડપાયો હતો. ઝડપાયેલા આરોપીનું નામ નરેશ ઉર્ફે નરીયો લાડુમોર છે. તે મુળ અમરેલીના રાજુલાનો રહેવાસી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.