દિલ્હીનાં મુખ્યમંત્રી કેજરીવાલ પર આરોપ લાગ્યો છે કે, તેમની પ્રેસ કોન્ફરન્સમાં રાષ્ટ્રીય ધ્વજનું અપમાન થયું છે. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ સિંહ પટેલે આ દાવો કર્યો છે. આ અંગે તેમણે દિલ્હીનાં ઉપરાજ્યપાલ અને દિલ્હીનાં સીએમને પત્ર લખ્યો છે.
તેમનો દાવો છે કે, સીએમની પ્રેસ કોન્ફરન્સમાં ધ્વજ ખોટી રીતે લગાવવામાં આવ્યો છે. તેમણે દાવો કર્યો છે કે, રાષ્ટ્રીય ધ્વજને એવી રીતે લગાવવામાં આવે છે કે, જેનાથી ધ્વજ પર લીલી પટ્ટીઓ વધારવામાં આવી હોય. ધ્વજની સંવૈધાનિક મર્યાદા બની રહેવી જોઇએ.
શુ છે કેન્દ્રીય મંત્રીનો દાવો?
જે રીતે બેકગ્રાઉન્ડમાં તિરંગાને લગાવવામાં આવે છે, તેનાથી એવું લાગે છે કે, ઝંડાના સફેદ રંગને ઓછો કરીને લીલા રંગને જોડવામાં આવ્યો છે. તેમણે આને રાષ્ટ્રીય ધ્વજ સંહિતાનું ઉલ્લંઘન તરીકે ઓળખાવતા જણાવ્યું કે, સીએમ જ્યારે પણ પ્રેસ કોન્ફરન્સ કરે છે ત્યારે તેમની ખુરશી પાછળ લગાવેલા રાષ્ટ્રીય ધ્વજ પર ધ્યાન જતું રહે છે. તેમણ વધુમાં જણાવ્યું કે, સંબોધન દરમિયાન ધ્વજ સંહિતા પ્રમાણે ધ્વજમાં 1:3 માપનો ઉપયોગ કરવો કરવામાં આવતો નથી.
આ વિષયને લઈ કેન્દ્રીય મંત્રીએ હવે દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલ, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ચિઠ્ઠી લખી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.