RBI એ કર્યો મોટો ખુલાસો ? જાણો કેમ વધુ નથી દેખાતી 2000 ની નોટ

RBI તરફથી જાહેર કરવામાં આવેલા રિપોર્ટમાં જોતા જાણવા મળ્યું કે, રિઝર્વ બેન્કે ધીમે ધીમે 2000 રૂપિયાની નોટને ચલણમાંથી પરત લેવાનું શરૂ કરી દીધું છે. વર્ષ 2020-21માં પણ 2,000 રૂપિયાની એક પણ નોટનો સ્પલાય થયો નથી. સરકારે બે વર્ષ પહેલેથી જ 2000ના નોટનો સપ્લાય રોકી દીધો છે.

RBI Annual Report: રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) એ 2000 રૂપિયાની નોટને ચલણમાંથી પરત લેવાની શરૂઆત કરી દીધી છે. નોટબંધીના એલાન પછી વર્ષ 2016માં 2000ની નોટ લાવવામાં આવી હતી. વધારે વેલ્યુની નોટ હોવાના કારણે આ નોટની નકલી નોટ બનવાની સંભાવના વધારે રહે છે.

ચલણમાંથી ઓછી થઈ રહી છે 2000 રૂપિયાની નોટ;
નાણાકીય વર્ષ 2020-21ના અંતમાં 2000 રૂપિયાની 245 કરોડ નોટ સર્ક્યુલેશનમાં હતી. એક વર્ષ પહેલા તેની સંખ્યા 273.98 કરોડ હતી. વેલ્યુના સંદર્ભમાં જોવામાં આવે તો માર્ચ 2021માં 4.9 લાખ કરોડ રૂપિયાની 2000ની નોટ ચલણમાં હતી. માર્ચ 2020માં તેની વેલ્યુ 5.48 લાખ કરોડ રૂપિયા હતી. અત્યારે એક વાત સ્પષ્ટ છે કે રિઝર્વ બેન્કે 2 હજાર રૂપિયાની નોટો પર કોઈ પ્રતિબંધ નથી લગાવ્યો ના તો કોઈ રોક લગાવી છે.

3 વર્ષમાં 2000 રૂપિયાની નોટ ખૂબ ઓછી થઈ;
RBIના રિપોર્ટ અનુસાર માર્ચ 2018માં 2000 રૂપિયાની નોટ ચલણમાં 336.3 કરોડ હતી. માર્ચ 31, 2021 માં તેની સંખ્યા ઘટીને 245.1 કરોડ થઈ ગઈ. આ ત્રણ વર્ષોમાં 91.2 કરોડ નોટોને ચલણની બહાર કરી દેવામાં આવી.

ચલણમાં 500ની નોટો સૌથી વધારે;
રિપોર્ટ પ્રમાણે, 31 માર્ચ, 2021 સુધી ચલણમાં રહેલી 500 અને 2000 રૂપિયાની નોટોનો ભાગ 85.7 ટકા હતો. 31 માર્ચ 2020ના અંત સુધી આ આંકડો 83.4 ટકા થઈ ગયો. 31 માર્ચ, 2021 સુધી ચલણમાં રહેલી નોટોમાં 500 રૂપિયાની નોટનો ભાગ સૌથી વધારે 31.1 ટકા હતો. આ પહેલા માર્ચ 2020 સુધી આ આંકડો 25.4 ટકા હતો. આ પહેલા નાણાકીય વર્ષ 2018-19ના અંત સુધીમાં આ આંકડો 19.8 ટકા થયો હતો એટલે કે, 500ની નોટોની સંખ્યા સતત ચલણમાં વધી છે. 500ની નોટ પછી ચલણમાં સૌથી મોટો ભાગ 10 રૂપિયાની નોટનો છે. 31 માર્ચ 2021 સુધી 10ની નોટનો ભાગ 23.6 ટકા હતો આના પછળના નાણાકીય વર્ષમાં તેનો ભાગ 26.2 ટકા હતો.

50 પૈસા,1 રૂપિયાના સિક્કા પર RBI;
અત્યારે બજારમાં 50 પૈસા, 1 રૂપિયો, 2, 5, 10 અને 20 રૂપિયાના સિક્કા ચલણમાં છે. કોઈ પણ વ્યક્તિ 50 પૈસા, 1 રૂપિયાનો સિક્કો લેવાની ના પાડી શકતો નથી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.