વિવાદ માં રહ્યા બાદ બાબા રામદેવ આમિર ખાન નો જૂનો વિડિયો શેર કરી ને ? શું કહ્યું

એલોપેથિક દવાની સામે બોલ્યા પછી યોગગુરુ બાબા રામદેવની મુશ્કેલીઓ ઘટવાનુ નામ લઈ રહી નથી. જોકે બાબા તેમ છતાં નિવેદનો કરવામાં પાછા પાડતા નથી. આ વખતે તેમણે ફિલ્મ એક્ટર આમિર ખાનનો એક વીડિયો શેર કરીને કહ્યું કે હિંમ્મત હોય તો આમની સાથે ટક્કર લો. વીડિયોમાં આમિર ખાન તેમના ટીવી શો સત્યમેવ જયતેમાં દવાના ભાવ પર ચર્ચા કરી રહ્યાં છે.

હિંમ્મત હોય તો આમિર ખાનને ટક્કર આપે મેડિકલ માફિયા;
યોગગુરુ રામદેવે શનિવારે બોલિવુડ અભિનેતા આમિર ખાનના ટેલિવિઝન શો સત્યમેવ જયતેનો એક જુનો વીડિયો ટ્વિટ કર્યો અને પુછ્યું કે શું મેડિકલ માફિયાઓમાં બોલિવુડ એક્ટરને ટક્કર આપવાની હિંમ્મત છે? વીડિયોમાં આમિર ખાન ડો.સમિત શર્માની સાથે વાત કરતા જોઈ શકાય છે, જે એક જેનરિક દવા અને બ્રાન્ડેડ દવાની વચ્ચેની કિંમતનું અંતર બતાવી રહ્યાં છે.

IMA પછી હવે FAIMAએ મોકલી રામદેવને નોટિસ;
બીજી તરફ ઈન્ડિયન મેડિકલ એસોસિએશન(IMA) પછી હવે ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા મેડિકલ એસોસિએશન(FAIMA) એ પણ રામદેવને નોટિસ મોકલી છે. FAIMAએ કહ્યું કે બાબા રામદેવે સસ્તા પ્રચાર માટે એલોપેથીને લઈને નિરાધાર દાવા કર્યા, જેની તેઓ નીંદા કરે છે. સાથે જ FAIMAએ ખુલ્લેઆમ રામદેવને દાવા પાછળ સબુત આપવા અથવા તો પછીથી માંફી માગવાની વાત કહી. એવું ન કરવા પર કાયદાકીય કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે. FAIMAએ સ્વાસ્થ્ય કર્મીઓની સાથે એકતા બતાવતા સમગ્ર દેશના રેસિડેન્ટ ડોક્ટર એસોસિએશન તરફથી રામદેવને કાયદાકીય નોટિસ પાઠવી છે.

સર્જરી સાયન્સ નથી સ્કીલ છે, અભણ પણ કરી શકે છે;
આ બધી વાતો છતા પણ રામદેવે એક વખત ફરી એલોપેથી પદ્ધતિનો વિરોધ કર્યો છે. તેમણે કહ્યું કે ઈમરજન્સી સારવાર કે ઓપરેશન તમે કરી લો. આ બધામાં પણ હું જાણકારી ધરાવું છું. સરકારે જો આયુર્વેદને શલ્ય સારવારની અનુમતિ આપી દીધી તો પણ તેમના પેટમાં દુ:ખવા લાગશે. જેને શલ્ય ચિકિત્સા આવડે છે તે કરી શકે છે. વધુમાં તેમણે કહ્યું કે સર્જરી કોઈ સાયન્સ નથી પરંતુ સિકલ છે. ઝાબરેડામાં એક અભણ વ્યક્તિ પણ એક મિનિટમાં શલ્ય સારવાર કરીને શરીરના કોઈ પણ અંગમાંથી ગાઠ બહાર કાઢી નાંખે છે અને રોગી સ્વસ્થ રહે છે. એક દિવસ તેને શિબિરમાં લાવીને તેની લાઈવ શલ્ય સારવાર બતાવીશ. બાબા રામદેવે કહ્યું કે કરોડો લોકો તેમની સાથે જોડાયા હોવાથી તેમના સપના પણ મોટા છે. દેશનું શિક્ષણ પણ બદલવાનું છે. આંખોની સામે પોતાના હાથથી બદલવાની છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.