કોરોના વાયરસની બીજી લહેરથી પીડાઈ રહ્યું છે વિશ્વ,કોરોના વાયરસની ઉત્પત્તિ ક્યાંથી થઈ તે હજુ નથી શોધાયું…!

ભારત સહિત આખું વિશ્વ કોરોના વાયરસના કારણે પીડાઈ રહ્યું છે પરંતુ જે દેશમાંથી આ વાયરસ બધા દેશમાં ફેલાયો છે ત્યાં અત્યારે લોકો સામન્ય જીવ જીવી રહ્યા છે. ચીનના આંકડાઓ પર વિશ્વાસ કરીએ તો ચીનમાં કોરોના વાયરસના કારણે ખૂબ જ ઓછા મોત અને કેસ સામે આવ્યા છે જોકે સામે પક્ષે આખા વિશ્વમાં કોરોના વાયરસની બેથી ત્રણ લહેર સામે આવી જેમાં લાખો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.

અમેરિકાના બે નિષ્ણાતોએ રવિવારે કહ્યું કે કોવિડ 19ની ઉત્પત્તિ વીશે તપાસ કરવા માટે ચીનના સહયોગની આવશ્યકતા છે જેથી ભવિષ્યમાં આવનાર મહામારીના ખતરાના સંકટને ટાળી શકાય.

ટેક્સાસ ચિલ્ડ્રન હોસ્પિટલ સેન્ટર ફોર વેક્સિન ડેવલપમેન્ટના કો-ડાયરેક્ટર પીટર હોત્ઝે કહ્યું કે કોરોના વાયરસની ઉત્પત્તિ ક્યાંથી થઈ તે જાણવામાં નહીં આવે તો ભવિષ્યમાં નવી મહામારીનો ખતરો છે.

નોંધનીય છે કે જ્યારથી કોરોના વાયરસ ફેલાયો છે ત્યારથી જુદા જુદા વિશેષજ્ઞો તથા સંસ્થાઓ દ્વારા જુદા જુદા દાવા કરવામાં આવ્યા છે. તે બધા જ દાવાઓને ચીન હંમેશા નકારતું રહ્યું છે, ઘણી બધી સંથાઓનું માનવું છે કે કોરોના વાયરસલેબમાંથી ફેલાયો છે.

નોંધનીય છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ બાયડને પણ થોડા દિવસ પહેલા જ કહ્યું હતું કે વાયરસની ઉત્પત્તિ ક્યાંથી થઈ તે શોધવાની આવશ્યકતા છે. તેમણે એજનસીઓને 90 દિવસમાં રિપોર્ટ આપવા આદેશ પણ કર્યા છે

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.