કાશી હિંદુ વિશ્વવિદ્યાલયના વૈજ્ઞાનિકોએ પીએમ નરેન્દ્ર મોદીને પત્ર લખીને દાવો કર્યો છે કે કોરોના સંક્રમણથી મુક્ત થઈ ચૂકેલા લોકો માટે આ બિમારીથી બચવા રસીનો માત્ર એક ડોઝ પુરતો છે.
બીએચયૂના જૂલૉજી વિભાગના પ્રોફેસર જ્ઞાનેશ્વર ચૌબે અને ન્યૂરોલોજી વિભાગના પ્રોફેસર વિજય નાથ મિશ્રાની ટીમે પોતાના અધ્યયનના આધાર પર દાવો કર્યો છે કે કોરોના સંક્રમણથી મુક્ત થઈ ચૂકેલા લોકોના શરીરમાં રસીનો પહેલો ડોઝ લીધાના 10 દિવસ બાદ એન્ટીબોડી બની જાય છે.
તેમનો દાવો છે કે એવા લોકો માટે રસીનો એક ડોઝ પુરતો છે. પ્રોફેસર ચૌબેએ જણાવ્યુ કે 20 લોકો પર કરવામાં આવેલા અધ્યયનમાં એ ખબર પડે છે કે સંક્રમણથી સાજા થયેલા લોકોમાં એન્ટી બોડી ઝડપથી બને છે.
કોવિડ 19 રસી બનાવનારી કંપની સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાની રસી કોવિશીલ્ડને ભવિષ્યમાં સિંગલ શૉટ રસી બનાવી શકાય છે. હાલમાં દેશમાં કોવિશીલ્ડ અને કોવેક્સિન બન્નેના 2 ડોઝ અપાઈ રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.