હરિયાણામાં BJP ફસાઇ, ત્રિશંકુ વિધાનસભાના વચ્ચે ભાજપ-કોંગ્રેસની સરકાર બનાવવા કવાયત

હરિયાણામાં ચાલી રહેલી વિધાનસભા ચૂંટણીન મતગણતરીમાં ભાજપ બહુમતિથી દૂર રહે તેવી સંભાવના જોવા મળી રહી છે. જમાં ભાજપ હરિયાણામાં બહુમતિના મેજીક આંકડાથી દૂર રહી શકે છે. જેને લઇને  હરિયાણામાં ભાજપ અને કોંગ્રેસે સરકાર રચવા કવાયત હાથ ધરી છે. 

ભાજપે હરિયાણાં ફરી સરકાર રચવા કિંગમેકર સાબિત થઇ રહેલા JJPનો સંપર્ક સાધવા અકાલી દળનો સંપર્ક સાધ્યો છે. જેમાં ભાજપે અકાદલી દળના પ્રકાશસિંહ બાદલ અને સુખબીર સિંહ બાદલને JJP સાથે વાતચીત કરવાની જવાબદારી સોંપી છે.

કોંગ્રેસ અને JJP વચ્ચે હરિયાણામાં સરકારને લઇને કવાયત

જ્યારે બીજી તરફ કોંગ્રેસ અને JJP વચ્ચે હરિયાણામાં સરકાર બનાવવા માટે CM અને Dy. CMની ફોર્મ્યુલા પર વાતચીત થઇ રહી હોવાના અહેવાલ પ્રાપ્ત થઇ રહ્યાં છે. જેમાં સૂત્રોને મળતી જાણકારી મુજબ JJPના દુષ્યંત ચૌટાલાએ કોંગ્રેસને સમર્થન આપવાને લઇને મુખ્યમંત્રી પદની ઓફર કરી હોવાનું જાણવા મળ્યું છે. જો કે કોંગ્રેસે હરિયાણામાં JJPને ડે. સીએમ પદની ઓફર કરી હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.