ગુજરાતમાં વિધાનસભા બેઠક માટે પેટાચૂંટણીનું રિઝલ્ટ આવી રહ્યું છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીને ત્રણ સીટો પરથી ઝટકો મળ્યો છે. કારણ કે રાધનપુર, અમરાઇવાડી અને બાયડ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે, એટલું જ નહીં, જેનો જોરશોરથી ભારતીય જનતા પાર્ટીએ પ્રચાર કર્યો હતો તે અલ્પેશ ઠાકોરની સ્થિતિ કફોડી બની ગઇ છે. અલ્પેશ ઠાકોર પોતાના વિરોધી ઉમેદવારથી 7629 મતોથી પાછળ છે.
થરાડ બેઠક પર BJP જીવરાજ પટેલ 2633 મતોથી આગળ ચાલી રહ્યા છે.
રાધનપુરથી કોંગ્રેસના રઘુ દેસાઇ 7629 મતોથી આગળ ચાલી રહ્યા છે.
ખેરાલુ બેઠક BJPના પર અજમલજી ઠાકોર 13403 મતોથી આગળ ચાલી રહ્યા છે.
અમરાઇવાડી બેઠક પર કોંગ્રેસના ધર્મેન્દ્ર પટેલ 5244 મતોથી આગળ ચાલી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.