રાહત પેકેજ તો જાહેર થઈ ગયું, પણ જાફરાબાદમાં અડધોઅડધ સવૅ બાકી.

વાવાઝોડાના કારણે રાજુલા-જાફરાબાદ તાલુકાના ખેડૂતોને ભારે નુકશાન થયું છે. તે અંગેનો સર્વે હાથ ધરાયો છે. પરંતુ પ૦ ટકા ખેડૂતો હજુ સર્વેમાં બાકી છે. સરકાર સહાય પેકેજ જાહેર કરે છેરાજુલા-જાફરાબાદ પંથકના ૫૦ ટકા ખેડૂતોને થયેલી નુકશાનીનો સર્વે હજુ બાકી છે. ખેતીવાડીને થયેલા ધોવાણના સર્વેની કામગીરી જિલ્લા બહારથી આવેલા કર્મચારીઓ દ્વારા કરવામાં આવી રહી છે.

પરંતુ આવા કર્મચારીઓને નથી ખેડૂતોના ખેતર મળતા કે નથી ખેડૂતોના નંબર મળતા જો મોબાઈલ નંબર મળે તો કવરેજ મળતું નથી. પરંતુ તંત્રની બેદરકારીના લીધે તેનો લાભ ખેડૂતોને મળી શકતો નથી. બીજી બાજુ બન્ને તાલુકામાં ઘણા અસરગ્રસ્ત પરિવારોને હજુ કેશડોલ્સ પણ ચૂકવાઈ નથી.

જયારે રાજુલાના યુવા આગેવાને રજૂઆત કરી જણાવ્યું છે કે રાજુલા – જાફરાબાદ અનેક અસરગ્રસ્ત જરૃરીયાતમંદ પરિવારો કેશડોલ્સથી વંચિત છે. સ્થાનિક તંત્રના સંકલનના અભાવે ગામે ગામ કેશડોલ્સની ચૂકવણીમાં વિસંગતતા જોવા મળી રહી છે. તે અન્યાય રૂપ છે. તમામ અસરગ્રસ્તોને કેશડોલ્સની તાકિદે ચૂકવણી કરવા માંગ કરાઈ છે.

 

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.