પીએમ મોદીએ મહામારીની વચ્ચે એથલીટને માટે ખાસ તૈયારીઓ શરૂ કરી છે. આંતરરાષ્ટ્રિય ઈવેન્ટમાં ભાગ લેવા, એથલીટના વેક્સિનેશન અને તેને મળતી સહાયતાની દિશામાં પગલાં લેવામાં આવી રહ્યા છે.
ટોક્યો ઓલમ્પિકને 50 દિવસની વાર છે ત્યારે પીએમ મોદીએ તૈયારીઓની સમીક્ષા કરવાની સાથે અધિકારીઓને આદેશ આપ્યા છે કે ટોક્યો ઓલમ્પિક માટે જનારા દરેક એથલીટને પહેલા વેક્સિન આપવામાં આવે.
પીએમ મોદી જુલાઈ મહિનામાં એક વીડિયો કોન્ફરન્સથી ભારતીય ઓલમ્પિક દળની સાથે જોડાશે અને તેમને પ્રોત્સાહિત કરીને દરેક ભારતીયોની તરફથી તેમને શુભકામના આપશે. તેઓએ કહ્યું કે 135 કરોડ ભારતીયોની શુભકામના યુવાઓની સાથે છે, જેઓ ઓલમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.