પીએમ કમલા હૈરિસને ભારત આવવાનું નિમંત્રણ આપ્યું,ક્વાર્ડની વચ્ચે રસી સહયોગ પર ચર્ચા કરી

અમેરિકામાં નવી સરકારે કામકાજ સંભાળ્યા બાદ ગુરુવારે પહેલી વાર અમેરિકન ઉપરાષ્ટ્રપતિ કમલા હૈરિસે ભારતના પીએમ નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાત કરી.  રાષ્ટ્રપતિ જો બાયડનના રસીની મદદના એલાન બાદ થયેલી આ વાતચીતમાં અમેરિકન ઉપરાષ્ટ્રપતિ હૈરિસે ભારતને કોરોનાની લડાઈમાં મદદનો ભરોસો આપ્યો.

પીએમ મોદીએ આ વાતચીત બાદ ટ્વીટ કરી કોરોનાની રસી પર વૈશ્વિક મદદના અમેરિકાના એલાનમાં ભારતને મળનારી મદદ પર ઉપ રાષ્ટ્રપતિ હૈરિસનો આભાર વ્યક્ત કર્યો છે. સાથે ભારત- અમેરિકાની ભાગીદારી આગળ વધારવા માટે કોવિડ પશ્ચાત દુનિયામાં વૈશ્વિક સ્વાસ્થ્ય અને અર્થવ્યવસ્થા સુધાર પર પણ એકબીજા સાથેનો સહયોગ મજબૂત કરવા પર ભાર મૂક્યો છે.

અમેરિકન ઉપ રાષ્ટ્રપતિ તરફથી કરવામા આવેલા આ મહત્વપૂર્ણ ફોન કોલ બાદ વિદેશ મંત્રાલયે જણાવ્યુ કે વાતચીત દરમિયાન પીએમ મોદીએ હૈરિસને કહ્યુંકે વૈશ્વિક સ્વાસ્થ્ય સ્થિતિઓ સારી થવા પર જલ્દી તેમના ભારતમાં સ્વાગતની આશા છે.

આ પહેલા જો બાયડને એલાન કર્યુ હતુ કે અમેરિકન સરકાર રસીની મદદની શરુઆત કરતા અઢી કરોડ રસી ઉપલબ્ધ કરાવશે. જેમાં મોટો ભાગ એટલે કે 1.9 કરોડ રસી આંતરરાષ્ટ્રીય કોવૈક્સ કાર્યક્રમને આપવામાં આવશે. જેથી નબળા અને જરુરિયાતમંદ દેશોને તેની મદદ પહોંચાડી શકાય.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.