હાલમાં જ ફેસબુક અને ઈન્સ્ટાગ્રામને પ્રેસ ઈન્ફરમેશન બ્યૂરોની એક પોસ્ટની વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે સરકારે હસ્તક્ષેપનો સામનો કરવો પડ્યો. પીઆઈબીએ પોતાની એક પોસ્ટમાં રસીના મોત સાથે જોડાયેલા તથ્યોની તપાસ કરી હતી. આ બન્ને પ્લેટફોર્મ્સે આ પોસ્ટને હટાવી દીધી હતી.
25મેએ પીઆઈબી ફેક્ટ ચેકના હેંડલથી ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરવામાં આવી. જેમાં સરકારી સંસ્થાને ફ્રાન્સના નોબલ પુરસ્કાર વિજેતા લુક મોન્ટેગ્રિયરના હવાલાથી રસીને લઈને કરવામાં આવેલા દાવાનું ખંડન કર્યુ હતુ.
પીઆઈબી તરફથી શેર કરવામાં આવેલી પોસ્ટ અનુસાર ફ્રાન્સના નોબલ પુરસ્તાર વિજેતાના હવાલાથી કોરોનાને લઈને એક તસવીર કથિત રુપથી સોશિયલ મીડિયા પર ફેલાવાઈ રહી હતી. તસ્વીરમાં કરવામાં આવેલા દાવા ખોટા છે
એક અખબારના રિપોર્ટમાં સૂત્રોના હવાલાથી જણાવવામાં આવ્યુ છે કે ફેસબુકે આ બાદ એક ચેતવણી જારી કરી હતી. જેમાં કહેવામાં આવ્યુ હતુ કે ખોટા સમાચારો શેર કરવાના કારણે પીઆઈબીના પેજને અનપબ્લિશ કરી શકાય છે. સોશિયલ મીડિયાની આ કાર્યવાહી બાદ પીઆઈબીએ આઈટી મંત્રાલય તરફ નજર દોડાવી હતી.
ફેસબુકના પ્રવક્તાએ અખબારને જણાવ્યુ કે કન્ટેન્ટને ભૂલથી બ્લોક કરવામાં આવ્યુ હતુ. પરંતુ બાદમાં તેને રિસ્ટોર કરી દેવાયુ હતુ. આ ઘટના બાદથી આઈટી મંત્રાલયે ફેક્ટ ચેકિંગ પ્રક્રિયાને લઈને ચિંતા વ્યક્ત કરી હતી
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.