સરકારે કહ્યુ રસી નિર્માતાઓને મદદ કરવામાં આવી રહી છે,રસીના વેડફાટને ઓછો કરવા પગલા ભરવાની જરુર -પીએમ

PM મોદીએ શુક્રવારે દેશમાં ચાલી રહેલા રસીકરણ અભિયાનની પ્રગતિ સમીક્ષા મીટિંગ કરી હતી.

અધિકારીઓએ પીએમ મોદીની રસીકરણ પ્રક્રિયાને હજું વધારે અનુકુળ બનાવવા માટે ટેક્નોલોજી મોર્ચા પર કરવામાં આવેલા ઉપાયોથી અવગત કરાવ્યા. બેઠકમાં પીએમઓએ કહ્યુ કે સરકાર રસી નિર્માતાઓના ઉત્પાદન એકમોમાં વૃદ્ધિની સાથે નાણા પોષણ અને કાચા માલનો સપ્લાયમાં મદદ કરી રહી છે.

અધિકારીઓએ પીએમને રસી ઉત્પાદન વધારવાના રોડમેપ અંગે જાણકારી આપી છે.  પીએમે સ્વાસ્થાયકર્મી અને પહેલી હરોળના કર્મચારીઓના રસીકરણની જાણકારી લીધી અને 18થી 44 વર્ષના લોકોના રસીકરણની સ્થિતિની સમીક્ષા કરી. તેમણે કહ્યું નિર્દેશ છતા રસીનો વડફાટ હજું પણ વધારે છે તેને ઓછો કરવાની જરુર છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે શુક્રવાર સાંજે જણાવ્યું કે અત્યાર સુધી દેશમાં લગાવવામાં આવેલા રસીના ડોઝની કુલ સંખ્યા 22.75 કરોડને પાર કરી ગઈ છે. દેશમાં અત્યાર સુધી કુલ 22 કરોડ 75 લાખ, 67 હજાર, 873 ડોઝ લગાવાઈ ચૂક્યા છે. મંત્રાલયે કહ્યું કે જેમાં ગત 24 કલાકમાં 33 લાખ ડોઝ લગાવવામાં આવ્યા. દેશમાં 18થી 44 વર્ષના વાયુ વર્ગના 2. 59 કરોડથી વધારે લોકો રસી લગાવી ચૂક્યા છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.