ભાજપાઈ નેતાઓના દાણા-પાણી બંધ કરી દીધા, દુકાનદારને આ લિસ્ટ આપી વસ્તુઓ નહીં આપવાનું ફરમાન.

પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી બાદ થયેલી હિંસાનો મામલો અહીં પણ શાંત થવાનું નામ નથી લેતો. જોકે, હવે ટીએમસી તરફથી એવુ ફરમાન સામે આવ્યુ છે કે, જેને જોઈને સૌ કોઈ ચોંકી ગયા છે. ટીએમસીએ ભાજપાઈઓ માટે એવું લિસ્ટ જાહેર કર્યુ છે, જેને જોઈને ભાજપના નેતાઓ બરાબરના ફસાયા છે. દુકાનદારોને આ લિસ્ટ આપી ભાજપ નેતાઓને રાશન નહીં આપવાનું કહેવામાં આવ્યુ છે. ત્યાં સુધી કે ચાવાળાને પણ ચા નહીં પિવડાવવાની સલાહ આપવામાં આવી છે. આ લિસ્ટ મૌખિક આદેશ સાથે દુકાનદારો સુધી પહોંચાડી દેવામાં આવ્યુ છે.

ભાજપના સાંસદે આ યાદીને કાળી યાદી ગણાવી;
ભાજપના રાજ્યસભા સાંસદ સ્વપન દાસગુપ્તાએ બંગાળમાં ભાજપા મહિલા મોર્ચાના ઉપાધ્યક્ષ કેયા ઘોષના ટ્વીટને રિટ્વિટ કરીને આ મુદ્દાને ઉઠાવ્યો હતો. દાસગુપ્તાનું કહેવુ છે કે, સત્તાધારી પાર્ટી સ્થાનિક એકમો દ્વારા તૈયાર કરવામાં આવેલી આ યાદી અદ્વિતિય છે. પોલીસના મૌન સાથે ભાજપના કાર્યકર્તાઓનું મનોબળ અને આર્થિક રીતે તોડવાનો આઈડિયા છે.

કેયા ઘોષે ટ્વિટ કરીને લિસ્ટ જાહેર કર્યું;
બંગાળમાં ભાજપ મહિલા મોર્ચાના ઉપાધ્યક્ષ કેયા ઘોષ ટીએમસી દ્વારા જાહેર કરવામાં આવેલા લિસ્ટને ટ્વિટ કર્યુ છે. કેયાએ લખ્યુ છે આ અભૂતપૂર્વ છે. કોઈ પણ કારણ વગર પ્રતિબંધો લગાવ્યા છે. બંગાળમાં મૌલિક અધિકારો સાથે મજાક સિવાય કંઈ નથી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.