અંગ્રેજી સિવાય પણ અનેક ભાષાઓમાં મળશે સ્લોટ બુકિંગની સુવિધા,વેક્સીનેશન સ્લોટ બુક કરાવવાનું થયું સરળ

સરકાર 18 વર્ષથી વધારે ઉંમરના લોકોને વેક્સીનેશનની પરમિશન આપી ચૂકી છે. આ મમાટે દરેક લોકોએ CoWIN પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવવાનું રહે છે. CoWIN પોર્ટલ પર તમારે સ્લોટ લેવાનો રહે છે અને સ્લોટ મળ્યા બાદ તમે નક્કી તારીખ અને સમયે વેક્સીન લગાવવા પહોંચો તે પણ જરૂરી છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના અનુસાર હવે CoWIN પોર્ટલ દેશમાં હિંદીની સાથે પંજાબી, તેલુગુ, મરાઠી, મલયાલમ, ગુજરાતી, અસમિયા, બંગાળી, કન્નડ, ઉડિયા જેવી ભાષામાં મળી રહેશે.

જેમ કે પહેલા પણ જણાવ્યું તેમ દેશમાં કોરોના વેક્સીન માટે CoWIN પોર્ટલ એક માત્ર રસ્તો છે. તેની પર જાણકારી અંગ્રેજીમાં અપાઈ હતી. જેના કારણે લોકોને તેને સમજવામાં મુશ્કેલીઓ આવી રહી હતી. અનેક લોકોને ફરિયાદ હતી કે તેઓ સ્લોટ બુક કરાવી શકી રહ્યા નથી. એવામાં હિંદી સહિત અનેક ક્ષેત્રીય ભાષામાં તેને લોન્ચ કરાયું છે.

કોરોનાની વેક્સિન Covishield બનાવી રહેલી કંપની સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા  (Serum Institute of India) આવનારા દિવસોમાં રશિયાની કોરોના વેક્સિન   Sputnik V ને પણ બનાવશે. Sputnik V ના નિર્માણની મંજૂરી માટે સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ ભારતના ઔષધિ મહાનિયંત્રક  (DCGI)ની મંજૂરી માંગી છે. જેને મંજૂર પણ કરી લેવામાં આવી છે. પુણેની બેસ્ટ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયાએ  test analysis અને  examinationને માટે પણ મંજૂરી માંગી છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.