બીજી લહેરમાં ડોક્ટરને ભરખી ગયો કોરોના… ગુજરાતમાં પણ આંક નથી નીચો.

દેશમાં ચાલી રહેલી બીજી લહેરમાં કોરોનાને કારણે કુલ 646 ડૉક્ટરોના મોત થયા છે. જેમાં દિલ્હીમાં સૌથી વધુ 109 ડૉક્ટર્સના મોત થયા છે, બિહારમાં 97, યુપીમાં 79, રાજસ્થાનમાં 43, ઝારખંડમાં 39 અને ગુજરાતમાં 37 ડૉક્ટર્સના કોરોનાથી મોત થયા હતા. આઈએમએ દ્વારા 5 જૂન સુધીના મોતના આંક જાહેર કરાયા છે. કોરોનાની પ્રથમ લહેરમાં 748 ડૉક્ટર્સના કોરોનાથી મોત થયા હતા.

દેશમાં કોરોના મહામારીની લહેર ધીમી પડી રહી છે. મે મહિનામાં કોરોના મહામારીને કારણે થયેલા કુલ મૃત્યુમાંથી 52 ટકા દેશના ગ્રામીણ વિસ્તારોમાં થયા છે. સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરોમેન્ટના અહેવાલમાં આ વાત કહેવામાં આવી છે. અહેવાલ મુજબ, આ વખતે કોરોનાની બીજી લહેરની વધુ અસર દેશના ગ્રામ્ય વિસ્તારોમાં જોવા મળી છે.

અહેવાલમાં જણાવ્યા અનુસાર દેશમાં કોરોનાના 53 ટકા નવા કેસ અને 52 ટકા મૃત્યુ ગ્રામીણ જિલ્લાઓમાં થયા છે. દેશમાં મે મહિનામાં 94.12 લાખ કોરોના વાયરસ સંક્રમણના કેસ અને 1.23 લાખ લોકોના મોત નોંધાયા છે. એપ્રિલમાં ભારતમાં 64.81 લાખ સંક્રમણના કેસ અને 45,862 લોકોનાં મોત નોંધાયા છે.

તેની તુલનામાં મે મહિનામાં કોરોના સંક્રણમાં 43 ટકા અને મૃત્યુમાં 163 ટકાનો વધારો નોંધાયો હતો. જો કે, તે રાહતની વાત છે કે લગભગ બે મહિના પછી છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના સૌથી ઓછા 1,20, 454 નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન 3349 લોકોનાં મોત નીપજ્યાં.

રિપોર્ટ અનુસાર, ભારતે હજી સુધી તેની વસ્તીના માત્ર 3.12 ટકા લોકોને રસીના બંને ડોઝ આપ્યા છે. આ વૈશ્વિક સરેરાશના 5.48 ટકા કરતા ઘણા ઓછા છે. અહેવાલ મુજબ, એપ્રિલ મે મહિના દરમિયાન કોરોનાની બીજી લહેરમાં પીક આવ્યા પછી રસીકરણની ગતિ મે મહિનાથી ધીમી પડી ગઈ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.