પેટ્રોલ-ડીઝલના ભાવ જઈ રહ્યા છે આસમાને,અનેક શહેરમાં પેટ્રોલ 100 રૂપિયાને પાર…..

મે મહિનાની વાત કરીએ તો આ એક જ મહિનામાં જ 19 વખત પેટ્રોલ-ડીઝલના ભાવ વધી ચૂક્યા છે. આ સાતે રોજના નજીવા ભાવ વધારા બાદ  મુંબઇ, જયપુર સહિત દેશભરના અનેક શહેરમાં પેટ્રોલ 100 રૂપિયાએ પહોંચી ચૂક્યું છે. મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પણ અનેક જિલ્લામાં પેટ્રોલ 100 રૂપિયાને પાર થયું છે.

શહેર               પેટ્રોલ        ડીઝલ
દિલ્લી                95.03        85.95
મુંબઇ                101.25     93.30
કોલકાતા            95.02         88.80
ચેન્નાઇ                96.47         90.66
બેંગાલુરુ             98.20           91.12
જયપુર              101.59           94.81

પેટ્રોલ તથા ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યૂટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ જોડ્યા બાદ તેના ભાવ બે ગણા થઈ જાય છે. વિદેશી મુદ્રા દરોની સાથે આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રુડ બજારના ભાવનો આધારે પેટ્રોલ ડીઝલની કિંમતો નક્કી થાય છે. આ માપદંડોના આધાર પર પેટ્રોલ રેટ અને ડીઝલના રેટ નક્કી કરવામાં આવે છે.

પેટ્રોલ-ડીઝલની કિંમત તમે  SMS દ્વારા જાણી શકો છો. ઇંડિયન ઓઇલની વેબસાઇના અનુસાર તમે RSP અને તમારા શહેરનો કોડ લખીને 9224992249 નંબર મોકલવાનો રહેશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.