દિલ્હીમાં કોરોના 19માં સુધરતી સ્થિતિને ધ્યાનમાં રાખતા સીએમ અરવિંદ કેજરીવાલે શનિવારે લોકડાઉનમાં વધારે છુટ આપવાની જાહેરાત કરતા કહ્યું છે કે સાત જૂનથી દિલ્હી મેટ્રો 50 ટકા ક્ષમતાની સાથે ચાલશે. બજાર અને મોલ કેટલીક શરતો સાથે ખુલશે.
સરકારી અને ખાનગી ઓફિસો 50 ટકા કર્મચારીઓની સાથે ફરી ખોલવામાં આવશે.
સીએમ એમ કે સ્ટાલિને કોરોનાને પહોંચી વળવા લગાવેલા પ્રતિબંધોમાંથી કેટલીક છુટ આપતા રાજ્યમાં લોકડાઉનને એક તરફ સપ્તાહ વધતા 14 જૂન સુધી લંબાવી દીધુ છે. તેમણે જરુરી વસ્તુઓના વેચાણવાળી દુકાનોને ફરી ખોલવા અને સરકારી કાર્યાલયોમાં કામકાજને ફરી શરુ કરવા માટે પરવાનગી આપી છે.
યુપી સરકારે શનિવારે બરેલી અને બુંલેદશહેર જિલ્લામાં સોમવાર 7 જૂનથી કોરોના કર્ફ્યૂમાં ઢીલ આપવાની જાહેરાત કરી. આ બન્ને જિલ્લામાં કોરોના વધારે છે તે વિસ્તારને છોડીને બાકીના વિસ્તારોમાં સવારે 7 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી દુકાનો અને બજારો ખોલવાની પરવાનગી અઠવાડિયામાં 5 દિવસ રહશે.
મહારાષ્ટ્રમાં લોકડાઉન 5 તબક્કે ખોલવાની જાહેરાત કરવામાં આવી છે. પહેલા તબક્કામાં 5 ટકા ઓછા સંક્રમણ દર અને 25 ટકાથી ઓછા ઓક્સિજન બેડ વાળા શહેર અને જિલ્લાને સંપૂર્ણ રીતે ખોલવાની પરવાનગી છે. બીજા સ્તરમાીં 5 ટકાથી ઓછા સંક્રમણ દર અને 25થી 40 ટકા ઓક્સિજન બેડ પર દર્દી છે. જેમને જરુરી દુકાન અને બીન જરુરી દુકાનો નિયમિત સમય માટે ખોલવા દેવામાં આવશે. ત્રીજા તબક્કામાં જ્યાં સંક્રમણ દર 5થી 10 ટકા છે અને જ્યાં દર્દીના ભરતી થવાના દર કરતા ઓક્સિજન બેડ 40 ટકા વધારે છે. ચોથા સ્તરમાં જ્યાં 10થી 20 ટકા ઓક્સિજન બેડ દાખલ થનારા કરતા 60 ટકા વધારે છે.
- મધ્ય પ્રદેશમાં કોરોના કર્ફ્યૂ 15 જૂન સુધી વધારાયુ, કેટલીક છુટ અપાઈ
- છત્તીસગઢે 31 મેના આગલા આદેશ સુધી લોકડાઉન લાગૂ રાખવાની જાહેરાત કરી હતી
- કર્ણાટક સરકારે લોકડાઉન 14 જૂન સુધી વધાર્યુ. જરુરી સેવાઓ સવારના 6થી 10 સુધી ખુલ્લી રહેશે
- ગુજરાતમાં 11 જૂન સુધી 36 શહેરમાં નાઈટ કર્ફ્યૂ વધારાયુ. પ્રાઈવેટ અને સરકારી ઓફીસોમાં 7 જૂનથી 100 ટકા ક્ષમતા સાથે ખુલશે. તમામ દુકાનો સવારે 9થી સાંજના 6 વાગ્યા સુધી ખુલશે અને હોમ ડિલીવરી રાતના 10 વાગ્યા સુધી રહશે.
- કેરળમાં લોકડાઉન 9 જૂન સુધી જારી રહેશે. રાશનની દુકાન સવારના 9થી સાંજ 7.30 સુધી જારી રહેશે. અન્ય રાજ્યોના લોકો માટે આરટી પીસીઆર રિપોર્ટ ફરજિયાત છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.