પાકિસ્તાનમાં એક મોટી રેલ દુર્ઘટના ઘટી છે. જેમાં અત્યાર સુધી 33 લોકોના મોત થયા છે. જ્યારે 50 લોકો ઘાયલ થયા હોવાનું કહેવાઈ રહ્યું છે. આ ઘટના સિંઘ પ્રાંતના ડહારકીમાં બની છે. આ જગ્યા અહીં ઘોટકી જિલ્લામાં સ્થિત છે. જ્યાં પ્રવાસીઓને 2 ટ્રેનો મિલ્લત એક્સપ્રેસ અને સર સૈય્યદ એક્સપ્રેસ વચ્ચે અકસ્માત થયો છે.
મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યુ છે કે અનેક લોકો ટ્રેનની અંદર ફસાયેલા છે. જેમને કાઢવાનો પ્રયાસ થઈ રહ્યો છે. એવું મનાઈ રહ્યુ છે કે થોડાક કલાકોમાં મૃતકોની સંખ્યામાં વધારો થઈ શકે છે. ઘટનાની જાણકારી મળતા રેસ્ક્યૂ દળ ઘટના સ્થળે પહોંચી રાહત કામ શરુ કર્યુ છે.
આ ટ્રેન લાહોરથી નીકળી હતી અને સુક્કુર પ્રાંતમાં ઘટનાનો શિકાર બની હતી. તેના આઠ કોચ પટરી પરથી ઉતરી ગયા હતા. ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હતુ. જ્યારે 40 જેટલા લોકો ઘાયલ થયા હતા. આ દરમિયાન પણ અનેક લોકો ટ્રેનમાં ફસાયા હતા. તેમજ આ રુટની ટ્રેનો રદ્દ કરાઈ હતી.
પાકિસ્તાનમાં હાલના દિવસોમાં અકસ્માત વધી રહ્યા છે. એક દિવસ પહેલા દેશના ઉત્તર પશ્ચિમમાં પર્વતીય રસ્તામાંથી એક મિનીવૈન નદીમાં પડી, જેમાંથી 7ના મોત થયા 3 ઘાયલ થયા હતા. આ મામલાની માહિતી આપતા પાકિસ્તાની બચાવ સેવાના પ્રવક્તા અહમજ ફૈજીએ જણાવ્યુ તે વાહન ખેબર પખ્તૂનખા પ્રાંતમાં માનસેહરા જિલ્લામાં સિરેન નદીમાં પડી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.