કેટલાક લોકો સિલિન્ડરનું વજન કરીને અનુમાન લગાવી લેતા હોય છે પણે ગેસ સિલિન્ડરમાં ગેસનું લેવલ કેટલું છે તે કેવી રીતે જાણશો.
ગેસ ખતમ થાય તો સિલિન્ડર બુક કરાવ્યા બાદ બીજો સિલિન્ડર આવવામાં સમય લાગી શકે છે. ક્યારેક તે એ જ દિવસે આવે છે તો ક્યારેક 2-3 દિવસે આવે છે. આ કારણે અનેક વાર મુશ્કેલી રહે છે. એવામાં મહિલાઓ સિલિન્ડરમાં બચેલા ગેસને જાણવાની ટ્રિક શોધતી રહે છે. તમે પણ જાણી લો આ સરળ ટ્રિક અને તમારી મુશ્કેલીઓને કરી લો દૂર.
- સૌ પહેલા એક કપડાને પાણીમાં ડિપ કરો અને ભીનું કરી લો.
- આ કપડાથી ગેસ સિલિન્ડર પર એક મોટી લાઈન કરી લો અને તેને ભીનો કરી લો.
- હવે 10 મિનિટ સુધી રાહ જોવો. તમને સિલિન્ડરનો ખાલી ભાગ હશે ત્યાં પાણી સૂકાયેલું દેખાશે અને જ્યાં ગેસ હશે તે ભાગનું પાણી સૂકાવવામાં સમય લાગશે.
- આ રીતે તમને ખ્યાલ આવશે કે સિલિન્ડરમાં કેટલો ગેસ બચ્યો છે.
અનેક મહિલાઓ ગેસ બર્નરને ચાલુ કરે છે અને આગના રંગને જોઈને અંદાજ લગાવવાની કોશિશ કરે છે કે ગેસ સિલિન્ડરમાં કેટલો ગેસ બચ્યો છે. આ યોગ્ય રીત નથી. જ્યારે સિલિન્ડરમાં ઓછો ગેસ હોય તો આગનો રંગ બદલાય છે તે સાચી વાત છે પણ તેનાથી સિલિન્ડરમાં ગેસ કેટલો છે તે જાણી શકાતું નથી. કેટલીક મહિલાઓ સિલિન્ડરને હલાવીને કે તેને ઉઠાવીને ગેસનું પ્રમાણ જાણવાની કોશિશ કરે છે. પણ આ રીત ખોટી સાબિત થાય છે. કેમકે સિલિન્ડરનું વજન એટલું હો છે કે ગેસના ઓછા પ્રમાણની તમને જલ્દી જાણ થઈ શકતી નથી
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.