કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જરૂરી કામથી વિદેશે પ્રવાસ પર જનારા લોકોને કોવિશીલ્ડ રસીનો બીજો ડોઝ જલ્દી લગાવવાની મંજૂરી આપી દીધી છે. એવા લોકો હવે 28 દિવસ બાદ કોવિશીલ્ડનો બીજો ડોઝ લઈ શકે છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યુ કે રોજગાર, શિક્ષા, ટોક્યો, ઓલમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા જેવા કારણો જે લોકોને તાત્કાલિક વિદેશ જવાનું છે પરંતુ તે કોવિશીલ્ડના એક ડોઝને લઈ ચૂક્યા છે. તથા બીજો ડોઝ લેવામાં હજું સમય છે. તેમને છુટ આપવામાં આવી રહી છે.
સરકારે કહ્યું કે એવા લોકોને આ સુવિધા 31 ઓગસ્ટ 2021 સુધી હશે. તેમના રસીકરણ પ્રમાણ પત્ર પર પાસપોર્ટ નંબર નોંધવામાં આવશે.
જે દસ્તાવેજોની તપાસ બાદ આવા મામલામાં જલ્દી રસીકરણની પરવાનગી આપશે. મંત્રાલયે કહ્યુ કે આવા લોકોએ પોતાના દસ્તાવેજોમાં ટાઈપ ઓફ વેક્સીનની જગ્યાએ કોવિશીલ્ડ લખવાનું રહેશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.