ડેલ્ટા સ્ટ્રેન હવે ચિંતાનું કારણ બની રહ્યો છે,ઝડપથી ફેલાઈ શકે છે આ વેરિએન્ટ : WHO

WHO ચીફ ટેડ્રોસ અધાનોમ ગેબ્રેયાસસે કોરોના પ્રતિબંધ જલ્દી હટાવવાને લઈને ચેતવણી આપી છે.  તેમણે કહ્યુ છે કે ડેલ્ટા વેરિએન્ટ સહિત અન્ય ચિંતાજનક વેરિએન્ટના વધતા સંક્રમણને જોતા કોરોના પ્રતિબંધ જલ્દી હટાવવું ખતરનાક સાબિત થઈ શકે છે. તેમણે કહ્યુ કે બીજી લહેરથી લગભગ 2 મહિના સુધી ખરાબ રીતે હેરાન થયા બાદ ભારતમાં પ્રતિબંધોમાં છુટ શરુ થઈ ગઈ છે.

આ પહેલા WHOએ કહ્યુ હતુ કે કોરોના ડેલ્ટા સ્ટ્રેન હવે ચિંતાનું કારણ બની રહ્યો છે. ઉલ્લેખનીય છે કે કોવિડનો આ સ્ટ્રેન સૌથી પહેલા ભારતમાં જોવા મળ્યો હતો. ત્યારે આ વેરિએન્ટના 2 અન્ય બે સ્ટ્રેન્સના સંબંધમાં WHOએ કહ્યુ કે હાલમાં ચિંતાની કોઈ વાત નથી. વાયરસ  B.1.617 વેરિએન્ટને ટ્રિપલ મ્યૂટેન્ટ વેરિએન્ટ ગણાવવામાં આવ્યો છે.

કોરોનાના ભારતમાં પહેલી વાર જોવા મળેલા સ્વરુપ બી.1.617.1 અને બી.1.617.2ને હવે ક્રમશઃ ‘કપ્પા’ અને ‘ડેલ્ટા’ના નામથી ઓળખવામાં આવશે. હકિકતમાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનને કોરોના વાયરસના વિભિન્ન સ્વરુપોની નામાવલીની નવી વ્યવસ્થા જાહેર કરી છે. જે અંતર્ગત વાયરસના વિભિન્ન સ્વરુપોની ઓળખ ગ્રીક ભાષાના અક્ષરોના માધ્યમથી થશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.