પીએમ કિસાન યોજનાનો લાભ લેનારાને મળી રહ્યો છે ફાયદો,જાણો તમને કઈ રીતે મળશે ફાયદો….!!

કેન્દ્ર સરકારની તરફથી પીએમ કિસાન યોજનાનો લાભ લેનારા માટે  વાર્ષિક 36000 રૂપિયાનો ફાયદો મળી રહ્યો છે. જો તમે પણ પીએમ કિસાન યોજનાનો ફાયદો લઈ રહ્યા છો તો તમને 42000 રૂપિયા સુધીનો ફાયદો મળી શકે છે.

તમને જણાવી દઈએ કે પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓને પીએમ કિસાન માનધન યોજનાનો ફાયદો મળે છે. જેમા તમને 36000 રૂપિયા આપવામાં આવે છે.

પીએમ કિસાન સમ્માન નિધિ યોજનાના આધારે ખેડૂતોના ખાતામાં દર મહિને 3000 રૂપિયા આવે છે એટલે કે વાર્ષિક 36000 રૂપિયા મળે છે. તો પીએમ કિસાન યોજનાના આધારે ખેડૂતોને 2000 રૂપિયાના 3 હપ્તા દર વર્ષે મળે છે એટલે કે તેમને વર્ષે 6000 રૂપિયા આપવામાં આવે છે.

પીએમ કિસાન માનધન યોજનાના આધારે 18-40 વર્ષ સુધીના ખેડૂતોને આ સ્કીમનો લાભ મળશે પરંતુ તેને માટેની શરત એ છે કે ખેડૂતની પાસે ઓછામાં ઓછા 2 હેક્ટરની ખેતી લાયક જમીન હોવી જોઈએ.

જો તમારી ઉંમર 18 વર્ષની છે તો તમારે માસિક અંશદાન 55 રૂપિયા ભરવાના રહે છે. આ સિવાય તમે 30 વર્ષની ઉંમરે સ્કીમમાં જોડાઓ છો તો તમારે વાર્ષિક 110 રૂપિયા પ્રીમિયમ ભરવાનું રહે છે અને 40 વર્ષની ઉંમરે જોડાઓ છો તો તમારે 200 રૂપિયાનું પ્રીમિયમ ભરવાનું રહે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.