રીયલ લાઈફનો હીરો કહેવાતો સોનુ સુદ,આ યુવકની કરશે 2 કરોડની મદદ

આ યુવકની ઉંમર માત્ર 25 વર્ષની છે. કોરોનાને કારણે તેના ફેફસા ખરાબ થઈ ગયા છે. સાર્થક અત્યારે જીવન અને મરણની લડાઈ લડી રહ્યો છે. દિકરા પર આ સંકટ જોઈ પરિવાર બેહાલ છે. ઈલાજ માટે 2 કરોડનો ખર્ચ થશે.

સાર્થક હાલમાં મોહક હોસ્પિટલમાં દાખલ છે. તેનું સીઆરપી સ્તર વધ્યું છે અને ઓક્સિજનનું સ્તર ઝડપથી ઘટતું જાય છે. તેની સારવાર શહેરની અન્ય હોસ્પિટલોમાં પણ કરવામાં આવી છે, પરંતુ સાર્થકની હાલત એટલી નાજુક છે કે તેને 7 દિવસથી વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો છે. આ યુવકના પિતા નીતિન ગુપ્તા વ્યવસાયે એડવોકેટ છે.

ચારે બાજુથી હતાશ અને નિરાશ સાર્થકના મામાએ પણ તેની સારવારમાં મદદ માટે ફિલ્મ સ્ટાર સોનુ સૂદને વિનંતી કરી હતી. સોનુ સૂદનું એક એવું વ્યક્તિત્વ છે જેણે કોરોના સંક્રમણમાં દેશમાં દરેક જરૂરિયાતમંદોને મદદ કરી છે.

સાર્થકના મામાએ કહ્યું કે હવે તેની સારવાર હૈદરાબાદના ડોક્ટર કે સુબ્બા રેડ્ડી (અપોલો હોસ્પિટલ) કરશે. સોનુ સૂદ સારવાર કરાવવામાં મદદ કરશે. સાર્થકની સારવાર માટે પરિવાર, મિત્રો અને સમાજના તમામ લોકો સંપૂર્ણ મદદ કરી રહ્યા છે. તેની સારવાર કરતા ચેસ્ટ ફિઝિશિયન ડો. રવિ ડોસીએ જણાવ્યું કે સાર્થકના ફેફસામાં નુકસાન થયું છે. અન્ય અંગો સારી રીતે કામ કરી રહ્યાં છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.