નર્સિંગ સ્ટાફની હડતાળથી સરકારની મુશ્કેલી વધી,લેખિત નિર્ણય ન કરાતા નર્સિંગ ફરી હડતાળની ચીમકી

રાજ્યમાં નર્સિંગ સ્ટાફે હડતાળ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે ભથ્થું, સ્ટાઇપેન્ડ સહિતના મુદ્દાને લઇ અચોક્કસ મુદ્દતની હડતાળ પર નર્સિંગ સ્ટાફ ઉતરવા માટે તૈયારી બતાવી છે. આગામી 14મી જૂથીથી રાજ્યની તમામ સરકારી હોસ્પિટલનો નર્સિંગ સ્ટાફ આ હડતાળમાં જોડાશે.

14મી જૂનથી અચોકકસ મુદ્દતની હડતાળની ચીમકી ઉચ્ચારી છે. હાલ રાજ્યમાં કોરોના કેસ ઘટી રહ્યા છે કોરોના ઘટતા હવે હોસ્પિટલોમાં અન્ય રોગોની સારવાર અને ઓપરેશનો શરૂ થયા છે ત્યારે નર્સિંગ સ્ટાફની હડતાળથી સરકારની મુશ્કેલી વધી શકે છે.

ઉચ્ચતર પગાર ધોરણ, ગ્રેડ પે, વિવિધ પ્રકારના એલાઉન્સિસ તેમજ નર્સિંગની વિદ્યાર્થિનીઓને સ્ટાઈપેન્ડ સહિતની વિવિધ માંગણીઓને લઈને યુનાઈટેડ નર્સીગ ફોર્મ દ્વારા ઘણા સમયથી રજૂઆતો કરવામા આવી રહી હતી ત્યારે સરકારે કોઈ નિર્ણય ન કરતા ગત મહિને નર્સિંગ સ્ટાફ હડતાળ પર બેઠો હતો પરંતુ કોરોનાના કેસ વધવા સાથે દર્દીઓ હોસ્પિટલોમા વધુ હોવાથી અને વાવાઝોડુ પણ હોવાથી સરકારે નર્સિંગ એસો.ના હોદ્દેદારોને સમજાવ્યા હતા જે બાદ હડતાળ મોકુફ કરી દેવાઈ હતી.

યુનાઈટેડ નર્સિંગ ફોરમના સેક્રેટરીએ જણાવ્યું કે સરકારે અમારી સાથે વાત કરતા અમને માનવતાના ધોરણે હડતાળ મોકુફ કરી હતી અને ત્યારબાદ 25મી મેની બેઠકમાં તમામ માંગણીઓ મુદ્દે ચર્ચા કરવામા આવી હતી અને સરકાર તરફથી મોટા ભાગની માંગણી બાબતે હકારાત્મક વલણ સાથે લાભો આપવાની ખાત્રી આપવામા આવી હતી.

સરકારે  સરકારી કોલેજ મેડિકલ ટીચર્સ, જીએમઈઆરએસ ટીચર્સ તેમજ જીએમઈઆરએસ નર્સિંગ સ્ટાફ ઉપરાંત રેસિેડન્ટ ડોક્ટરો ઉપરાંત ડેન્ટલ,આયુર્વેદ-હોમિયોપેથી-ફિઝિયોથેરાપી માટે પણ માંગણીઓ સ્વીકારી તેઓને લાભ આપ્યા છે .માત્ર નર્સિંગ સ્ટાફને કોઈ લાભ અપાતો નથી અને નર્સિંગ સ્ટુડન્ટને સ્ટાઈપેન્ડ પણ અપાતુ નથી.જેથી હવેના છુટકે 14મીથી ઓચોક્કસ મુદતની હડતાળ પાડવામા આવશે

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.