સુરતમાં મહિલાએ અંગોનું દાન કરી અનેક લોકોને જીવન આપ્યું છે કોરોના કાળ દરમિયાન પણ સુરતમાં લેઉવા પટેલ પાટીદાર સમાજના બ્રેઈનડેડ કામીબેન બ્રેઈનડેડ થતા તેમના અંગોનું દાન કરવામાં આવ્યું છે તેમના પતિ ભરત પટેલ કહ્યું કે મારી પત્ની બ્રેઈનડેડ છે અને તેનું મૃત્યુ નિશ્ચિત જ છે ત્યારે તેમના અંગોના દાન થકી વધુને વધુ લોકોને જીવનદાન મળશે.
કામીનીબેન બ્લડપ્રેશર બાદ બ્રેઈન હેમરેજથી બ્રેઈનડેડ જાહેર કરાયા હતા.બ્રેઈનડેડ થતા ભરત પટેલના પરિવારે તેમના અંગોના દાન કરવા માટેનો નિર્ણય લીધો હતો કામીનીબેનના હદય, ફેફસાં, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરાતા હવે સાત વ્યક્તિઓને નવજીવન મળ્યું છે આમ મૃત્યું બાદ પણ કામીનીબેને સાત લોકોને જીવન દાન બક્ષીને અન્ય દર્દીઓના જીવનમાં આનંદ અને ખુશી ભરી દીધી છે
તા.17 મે ના રોજ સવારે 6 કલાકે કામીનીબેન પથારીમાંથી ઉભા થવા જતા તેઓથી ઉભા થવાયું ન હતું. તેથી પરિવારે ડોક્ટરને બોલાવ્યા તેઓએ તેમને તપાસતા તેમનું બ્લડ પ્રેસર ખુબ જ વધી ગયું હોવાનું જણાવ્યું હતું. તેથી તેમને તાત્કાલિક બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં દાખલ કરી સીટી સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ હોવાનું નિદાન થયું હતું.
કોવીડ 19ના મહામારીના સમય દરમ્યાન બારડોલી પંથકમાં આઈસોલેશન વોર્ડના દર્દીઓ તેમજ સ્ટાફ માટે જમવાની સુવિધા, દવાઓ તેમજ મેડીકલના વિવિધ સાધનોના વિતરણની વ્યવસ્થા ખુબ જ સુંદર રીતે કરી રહ્યા છે. તેઓએ જણાવ્યું કે મારી પત્ની બ્રેઈનડેડ છે અને તેનું મૃત્યુ નિશ્ચિત જ છે ત્યારે તેમના અંગોના દાન થકી વધુને વધુ ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન આપી તેઓના તથા તેમના પરિવારના મોઢા ઉપર ખુશાલી લાવો.
પુત્ર અનિકેતે કે જે આણંદની ચારુસેટ યુનિવર્સિટીમાં કોમ્પ્યુટર એન્જીનીયરીંગનો આભ્યાસ કરી રહ્યો છે તેને પણ જણાવ્યું કે,હાલમાં કોવીડના સમયમાં ઘણા બધા વ્યક્તિઓના ફેફસાં ખરાબ થઇ ગયા છે ત્યારે મારી માતાના ફેફસાનું દાન જરૂર કરાવજો. જેથી કોવીડની મહામારીના સમય દરમ્યાન જેમના ફેફસાં ખરાબ થયા હોય તેઓને નવું જીવન મળી શકે. પરિવારજનો તરફથી અંગદાનની સંમતિ મળતા સંપર્ક કરી કિડની, લિવર, હૃદય અને ફેફસાના દાન માટે જણાવ્યું.
NOTTO દ્વારા ફેફસા હૈદરાબાદની કીમ્સ હોસ્પીટલને ફાળવવામાં આવ્યા. જયારે SOTTO દ્વારા એક કિડની અમદાવાદની સ્ટર્લીંગ હોસ્પિટલ તેમજ એક કિડની અને લિવર અમદાવાદની Institute of Kidney Diseases and Research Centre (IKDRC)ને ફાળવવામાં આવ્યા. મુંબઈની સર એચ.એન.રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પીટલના ડૉ.સંદીપ સિંહા, ડૉ.રોહિત અને તેમની ટીમે આવી હૃદયનું દાન સ્વીકાર્યું, હૈદરાબાદની કીમ્સ હોસ્પિટલના ડૉ.વિવેક સિંગ, ડૉ.પ્રેમ આનંદ અને તેમની ટીમે આવી ફેફસાનું દાન સ્વીકાર્યું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.