ગુજરાત પર 17મી મેએ ત્રાટકેલા વિનાશક વાવાઝોડાએ સર્જેલી તારાજીની અસરમાંથી બહાર આવવા માટે ગુજરાત સરકારે કેન્દ્ર સરકાર સમક્ષ રૂ. 9836 કરોડની સહાયની જરૂરિયાત માટે ગુજરાતની રજૂઆત કરી છે.વાવાઝોડાને પરિણામે ખેતીવાડી-બાગાયતી પાકો-મકાનો-મત્સ્યોદ્યોગ, બંદર, પાણીપુરવઠા, વીજળી, માર્ગ રસ્તા અને માળખાકીય સવલતોને થયેલા નુકશાનની વિગતો સાથેનું આવેદનપત્ર મેમોરેન્ડમ ભારત સરકારને મોકલી આપવામાં આવ્યું છે.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના દિશાદર્શનમાં ગુજરાત સરકારે તૈયાર કરેલા આવેદનપત્રમાં વાવાઝોડાની ભારે વિનાશક અસરોથી ગુજરાતમાં થયેલા કુલ નુકશાનને એન.ડી.આર.એફ.ના ધોરણે કેન્દ્ર સરકાર સહાય કરે તેવી આગ્રહપૂર્વક રજૂઆત કરવામં આવી છે.
ગુજરાત પર ત્રાટકેલા વાવાઝોડાની તીવ્રતાને કારણે અસરગ્રસ્ત વિસ્તારોમાં મકાનો, આવશ્યક ચીજવસ્તુઓ પાણી, વીજળી, રસ્તા, મોબાઇલ નેટવર્ક જેવી માળખાકીય સુવિધાઓને પણ વ્યાપક નુકસાન પહોચ્યું છે. રર0 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયેલા પવનને પરિમામે બાગાયતી પાકોના વૃક્ષો અને ખેતી પાકોના ઝાડ-વૃક્ષ મૂળ સાથે ઉખેડી નાખ્યા છે. ખેતીવાડી-બાગાયતી પાકને થયેલા નુકસાનમાંથી બહાર આવવા કેન્દ્રીય સહાયની જરૂરિયાત ગુજરાત સરકારને રહેશે.
ગુજરાત પર ત્રાટકેલું વાવાઝોડાએ પ0 વર્ષમાં આવેલા કોઇ પણ વાવાઝોડાથી વધુ તીવ્ર અને માલ-મિલ્કતને વ્યાપક નુકસાન પહોંચાડયું છે. ગુજરાતમાં અગાઉ 1975, 1982અને 1998 માં જે વાવાઝોડા આવ્યા હતા.17મી મેએ ગુજરાત પર ત્રાટકેલા વાવાઝોડાએ ર3 જિલ્લાઓને અસર પહોચાડી છે. વિનાશક વાવાઝોડું ર8 કલાક સુધી ગુજરાતને ઘમરોળીને ગુજરાતને ચીરીને રાજસ્થાન તરફ ફંટાયું હતું. વાવાઝોડાને પરિણામે માનવ હાનિ-જાનહાનિ, પશુ મૃત્યુ, મિલ્કતોને નુકસાન થયું હતું. સૌથી વધુ અસરગ્રસ્ત એવા અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને જૂનાગઢ જિલ્લામાં મોટા પ્રમાણમાં થયો છે.
https://www.youtube.com/watch?v=PHem3Lxi1dY
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.