ખાનગી હોસ્પિટલમાં કોરોના રસીના રેટ ફિક્સ,કેન્દ્રએ 44 કરોડ ડોઝનો ઓર્ડર અપાયો

ખાનગી હોસ્પિટલમાં કોરોના રસીના રેટ ફિક્સ કરી દેવામાં આવ્યા છે.  સ્વાસ્થ્ય મંત્રાલયના રાજ્યોને આ બાબતની જાણકારી આપી છે. કોવિન પોર્ટલ પર કોરોના રસીના રેટ અપલોડ કરવામાં આવશે. કોવિશીલ્ડના પ્રાઈવેટ હોસ્પિટલમાં 780 રુપિયા ફ્કિસ કરશે.

કોવિશીલ્ડ-    600 રુપિયા    –    30 રુપિયા    –    150 રુપિયા    –    780 રુપિયા
કોવૈક્સિન-    1200 રુપિયા –    60 રુપિયા  –        150 રુપિયા    –    1410 રુપિયા
સ્પૂતનિક V-    948 રુપિયા    –    47 રુપિયા  –        150 રુપિયા    –    1145 રુપિયા

ઉલ્લેખનીય છે કે એક દિવસ પહેલા પીએમ મોદીએ જાહેરાત કરી હતી કે કેન્દ્ર રાજ્યો પાસેથી ખરીદ કોટાને પોતાના હાથમાં લઈ લેશે અને 18 વર્ષથી વધારે ઉંમરના લોકો માટે રાજ્યોને મફત રસી ઉપલબ્ધ કરાવશે. જુલાઈ સુધીમાં દેશને 53.6 કરોડ વેક્સિન મળશે. વી.કે પોલે કહ્યું કે ઓગસ્ટથી ડિસેમ્બર સુધી 44 કરોડ વેક્સિનનો સપ્લાય મળી જશે. તેમણે કહ્યું કે સિરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડીયા અને ભારત બાયોટેકને 30 ટકા રકમ પણ એડવાન્સમાં આપી દેવાઈ છે.

સરકારને કોરોનાની ફ્રી રસી ઉપલબ્ધ કરાવવા માટે 1.45 લાખ કરોડ રુપિયાનો વધારાનો ખર્ચ ઉઠાવવો પડશે. 18 પ્લસના ફ્રી રસીકરણ પર કેન્દ્રને 45 હજાર કરોડથી 50 હજાર કરોડ રુપિયાની વચ્ચે બોઝો પડશે.

આ મહિનાના મધ્યથી રશિયાની સ્પૂતનિક 5ની રસી પણ દેશમાં ઉતારવામાં  આવશે. સરકાર વધારાની રસી ખરીદવા માટે બીજા વિદેશી રસી નિર્માતા સાથે પણ વાત કરી રહી છે.  ભારતમાં અત્યાર સુધી કુલ મળીને 23 કરોડ રસીના ડોઝ અપાઈ ચૂક્યા છે. ભારતમાં દુનિયાનું સૌથી મોટું રસીકરણ અભિયાન ચાલી રહ્યુ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.