UIDAIએ લોન્ચ કર્યું Aadhaar Appનું નવું વર્ઝન,હવે ઘરે બેઠા મેળવો આ 35થી વધુ સર્વિસનો લાભ…..

UIDAI એ પોતાના ટ્વિટમાં જણાવ્યું કે હવે નવી અને અપડેટ કરવામાં આવેલી સુવિધાઓ અને સેવાઓનો લાભ લેવા માટે mAadhaar એપનું નવું વર્ઝન ડાઉનલોડ કરો. બીજી તરફ UIDAIનું કહેવું છે કે તમે પહેલાંથી ઇન્સ્ટોલ કરવામાં આવેલા કોઈ પણ વર્ઝનને અનઇન્સ્ટોલ કરી દો..

ગ્રાહકોની સુવિધા માટે યૂનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI)એ એમઆધાર એપ (mAadhaar App)નું નવું વર્ઝન લોન્ચ કરી દીધું છે.

અપડેટ વર્ઝન એપમાં આધારને ડાઉનલોડ કરવું, ઓફલાઇન ઇ-કેવાયસી ડાઉનલોડ, ક્યૂઆર કોડ દર્શાવવો કે સ્કેન કરવો, રિ-પ્રિન્ટ માટે ઓર્ડર આપવો, એડ્રેસ અપડેટ, આધારનું વેરિફિકેશન, મેઇલ અને ઇમેલનું વેરિફિકેશન, યૂઆઇડી કે ઇઆઇડી પ્રાપ્ત કરવું અને એડ્રેસ વેલિડેશન લેટર માટે રિક્વેસ્ટ મોકલવી જેવી સર્વિસિસ સામેલ છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.