થરાદમાં કમળ કરમાયુ ‘ગુલાબ’ ખિલ્યું, ભાજપના ઉમેદવારના ગુલાબસિંહે કર્યા સૂપડાસાફ

બાયડ બાદ હવે થરાદની બેઠક પર પણ કોંગ્રેસે વિજય મેળવ્યો છે. અહીં કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતની જીત થતા કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ છે. સવારથી જ ગુલાબસિંહ લીડ સાથે આગળ હતા જે પછી તેમને વિરોધી જીવાભાઈ પટેલને હરાવવામાં કોઈ મુશ્કેલી નહોતી નડી. આ સાથે હવે ખેરાલુમાં ભાજપની એક અને બાયડ-થરાદમાં કોંગ્રેસને વિજય મળતા આંકડો 1-2 પર પહોંચ્યો છે. પરિણામે કોંગ્રેસે 6માંથી 2 બેઠકો મેળવી છે. જેના કારણે કમલમમાં સન્નાનો છવાય ગયો છે.

પક્ષપલ્ટુ અને આયાતી ઉમેદવાર ધવલસિંહ ઝાલા બાયડની સીટ પરથી હારી ગયા છે. જે સીટ પર સૌની નજર હતી એ જ સીટ પર ભાજપના આયાતી ઉમેદવાર ધવલસિંહ ઝાલાની હાર થઈ છે. ઉલ્લેખનીય છે કે ધવલસિંહ ઝાલાએ અલ્પેશ ઠાકોરની સાથે પક્ષપલ્ટો કર્યો હતો અને રાજ્યસભામાં ક્રોસ વોટિંગ કર્યું હતું. જે પછી ભાજપમાંથી ચૂંટણીની ટિકિટ મળતા તેમણે બાયડમાંથી જંપ લાવ્યું હતું, પણ આખરે ધવલસિંહને પ્રજાએ જાકારો આપી દેતા જશુભાઈ પટેલની જીત થઈ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.