ચીનના વુહાનની લેબમાં SARC-COV-2ની ઉત્પત્તીની થિયરી મજબૂત થતી જઈ રહી છે. દુનિયાભરમાં 17.44 કરોડ દર્દીઓ તેના કારણે સંક્રમિત થયા છે. એવામાં પ્રસિદ્ધ ભારતીય વાયરોલોજીસ્ટે દાવો કર્યો છે કે સંભવતઃ ચીને વાયરસ ફેલાવવાની સંભાવનાને જોતા પહેલા જ વેક્સિન બનાવી લીધી હતી. દાવો કરવામાં આવી રહ્યો છે કે લાખો લોકોનો જીવ લેનાર વાયરસ એક લેબમાં તૈયાર કરવામાં આવ્યો છે.
વેક્સિનના શરૂઆતી દિવસોમાં જ હાજર રહેવાના કારણે ચીનને કોરોના વાયરસ કંટ્રોલ કરવામાં મદદ મળી અને 140 કરોડની જનસંખ્યા ઘરાવતા દેશમાં ડિસેમ્બર 2019માં ફક્ત 91,300 સંક્રમણના મામલા નોંધાયા અને 4636 લોકોના તેના કારણે જીવ ગયા. નોંધાયેલા કેસમાં ચીન 98માં નંબર પર છે.
કોરોના મહામારી માટે ચીને પહેલાથી જ તૈયારી કરી હતી. સત્ય તે નથી જે સામે દેખાઈ રહ્યું છે. તેમણે એક યુવા ચીની વૈજ્ઞાનિકના SARS_CoV-2 વેક્સિન માટે લાયસન્સની અરજીનું ઉદાહરણ આપ્યું. ફક્ત 2 મહિનાની અંદર વેક્સિન પર કામ કરવું ખૂબ ઝડપી છે.
એવું લાગી રહ્યું છે કે ચીન અપરાધીઓની જેમ કંઈક છુપાવી રહ્યું છે. કુસુમા સ્કૂલ ઓફ બાયોલોજિકલ સાયન્સ, IIT દિલ્હીના ભારતીય વૈજ્ઞાનિકોએ કથિત રીતે SARS-CoV-2 વાયરસના સ્પાઈક પ્રોટીનમાં ચાર જીન સમ્મેલનની જાણકારી મેળવી હતી. સ્પાઈક પ્રોટીન વાયરસનું માનવ સેલમાં પ્રવેશ કરવાનું હથિયાર છે. આ 2020ના શરૂઆતનું રિસર્ચ છે. જેને રિવ્યૂ ન કરવામાં આવ્યું અને જાન્યુઆરીમાં પરત લઈ લેવામાં આવ્યું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.