ખેડૂતો માટેની એક મોટી રાહતરુપ પગલાંમાં કેન્દ્રીય કેબિનેટે બુધવારે ઘણા બધા ખરીફ પાકોની MSP માં વધારાની મંજૂરી આપી છે.
માહિતી આપતા કૃષિ મંત્રી તોમરે જણાવ્યું કે ડાંગરના ટેકાના ભાવ પ્રતિ ક્વિન્ટલે રુ. 1868 થી વધારીને પ્રતિ ક્વિન્ટલે રુ.1940 કરાયા છે. તેમણે કહ્યું કે આ જ રીતે બાજરી, ધાન અને બીજા પાકોના ટેકાના ભાવમાં પણ વધારો કરાયો છે. તલના ટેકાના ભાવમાં પ્રતિ ક્વિન્ટલે રુ.452 તથા તુવેર અને અડદના પાકમાં પ્રતિ ક્વિન્ટલે 300 રુપિયાનો વધારો કરાયો છે.
એમએસપી પર સરકારની પ્રતિબદ્ધતાની વાત કરતા કૃષિ મંત્રીએ કહ્યું કે પાકોની હાલની ખરીદી ચાલુ રહેશે. કૃષિ મંત્રીએ જણાવ્યું કે જો ખેડૂતો કોઈ સૂચન લઈને આવે તો અમે તેમની સાથે ચર્ચા કરવા તૈયાર છીએ.
કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કેબિનેટના બીજા નિર્ણયોની જાણકારી આપતા જણાવ્યું કે રેલવેને700 મેગાહર્ટ્સ બેન્ડમાં 5 મેગાહર્ટ્સ સ્પેક્ટ્રમની ફાળવણી કરવામાં આવશે. જેનાથી રેલવે તેની કમ્યુનિકેશન સિસ્ટમ સુધારી શકશે અને રેલ યાત્રાને વધારે સુરક્ષિત કરી શકશે. તેમણે કહ્યું કે રેલવેમાં આધુનિકીકરણ અને 5 જી સ્પેક્ટ્રમ અમલીકરણ પર આગામી 5 વર્ષમાં 25,000 કરોડનો ખર્ચ કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.