રાજસ્થાનની ગેહલોત સરકારનો મોટો નિર્ણય,ખેડૂતોને પ્રતિ મહિના 1000 રૂપિયાની લાઈટબિલમાં મળશે રાહત

રાજસ્થાનમાં ગેહલોત સરકાર કૃષિ વિદ્યુત કનેક્શન પર દર મહિને 1000 રૂપિયાની રાહત આપશે. તેની તૈયારીઓ કરી લેવાઈ છે. સીએમ અશોક ગેહલોતે મુખ્યમંત્રી કિસાન મિત્ર ઉર્જા યોજનાને મંજૂરી આપી છે.

આ યોજનાને લાગૂ કરવા માટે રાજ્ય સરકાર પર દર વર્ષે 1450 કરોડ રૂપિયાનો નાણાંકીય ભાર વધશે. સીએમ અશોક ગેહલોતે વર્ષ 2021-22ના બજેટમાં આ મહત્વની જાહેરાત કરી હતી.

આ યોજનાનો લાભ ખેડૂતોને મે 2021થી મળવાનો શરૂ થશે. યોજનાના આધારે વિદ્યુત વિતરણ નિગમ દ્વારા દ્વિમાસિક બિલિંગ વ્યવસ્થાના આધારે ગ્રાહકોના બિલ જાહેર કરાશે. તેના 60 ટકા અને વધારેમાં વધારે 1000 રૂપિયા દર મહિને અપાશે. કેન્દ્ર અને રાજ્ય સરકારના કર્મચારીઓની સાથે ટેક્સ પેયર્સ કૃષિ ગ્રાહકોને આ યોજનામાંથી બહાર રાખવામાં આવ્યા છે.

યોજનાનો લાભ લેવા માટે ગ્રાહકોએ પોતાના આધાર અને બેંક  ખાતાને લિંક કરવાના રહેશે. આ પણ જરૂરી છે કે ગ્રાહક પર વિદ્યુત નિગમની કોઈ રકમ બાકી ન હોય. જે રકમ બાકી હશે તે આપ્યા બાદ ગ્રાહકને આ રાહતની રકમ અન્ય મહિને આપવામાં આવશે. જો કોઈ ખેડૂત લાઈટનો ઓછો ઉપયોગ કરે છે તો  તેનું બિલ 1000 રૂપિયાથી ઓછું આવે છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.