કુખ્યાત દારૂના ડીલર બંસીની ધરપકડ, પોલીસે ખોલ્યા અનેક રાઝ,બંસી કોર્પોરેટ બિઝનેસમેન બનીને ચલાવતો દારૂનો ધંધો

અમદાવાદની ઝોન 5 સ્કવોડે  કુખ્યાત બુટલેગર બંસીની ધરપકડ કરી છે. બંસીની પૂછપરછમાં તેની બિઝનેસ સ્ટાઇલ જાણી પોલીસ પણ ચોંકી ગઈ.

બંસી છેલ્લા ઘણા સમયથી દારૂનો મોટો વેપારી બની ગયો હતો. અનેક ગુનામાં વોન્ટેડ હોવાથી 14 વાહનો સાથે ઝોન 5 સ્કવોડ એ તેની ધરપકડ કરી હતી. જેની તપાસ હવે ઝોન 4 ડીસીપીની અધ્યક્ષતા માં મેઘાણી નગર પીઆઇને સોપાઈ છે. જોકે તેની પૂછપરછ માં સામે આવ્યું કે તે ધંધાના હિસાબો પણ કંપની ફોર્મેટમાં રાખતો હતો, કંપની ફોર્મેટ હિસાબ રાખતો અને આવક-જાવકના હિસાબ અને ખરીદીની સાથે હાઈટેક ટેક્નોલોજીના ઉપયોગ પણ આ દારૂના વેપારમાં કરતો.

પોલીસ અનુસાર બંસી અમદાવાદમાં એક માત્ર દારૂનો ડીલર હતો જે વિનોદ સિંધી પાસેથી દારૂ ખરીદતો અને અમદાવાદના અલગ અલગ લોકો મારફતે દારૂ સપ્લાય કરતો. બંસીએ એક કંપની ફોર્મેટની જેમ દારૂનો વેપાર ચલાવતો હતો. જેનો વ્યવસ્થિત હિસાબ પણ લખતો હતો. જેમાં આવક ખર્ચ સહિતના હિસાબો પોલીસને મળ્યા છે.

બંસી અને તેના સાગરિતો સીધા કોલ કરવાના બદલે voip સિસ્ટમનો ઉપયોગ કરતા. તેની સાથે તેઓ કોલ સેન્ટરમાં જે રીતે વિદેશના નાગરિકને છેતરવા માટે જેક ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે તેનો ઉપયોગ શરૂ કરી દીધો હતો. જેનાથી તેઓ કોઈને ફોન કરે તો અમેરિકા, કેનેડા, સિંગાપુરના નંબર ડિસ્પ્લે થતાં હતા

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.