વાળની સમસ્યાઓથી છો પરેશાન, તો અપનાવો આ ઘરેલુ ઉપાય, તરત જ કરશે અસર….

જો વરસતા વરસાદમાં વાળ પલળ્યા તો વાળને વધુ નુકસાન થાય છે. વાળ ખરવા, ચીકણો ખોડો થાય, ખંજવાળ આવે, જૂ-લીખ થઇ જાય વગેરે જેવી અનેક તકલીફો ઊભી થાય છે. જો વાળ ખરતાં હોય તો યોગ્ય નિષ્ણાતની સલાહ પ્રમાણે તમે આયુર્વેદિક દવા અથવા તે માટે ખાસ બનાવવામાં આવતાં તેલનો ઉપયોગ કરી શકો છો.

જો વાળમાં ખોડો, ફંગસ કે જૂ-લીખ થતાં હોય કે ખંજવાળ આવતી હોય, તો હેર ઓઇલમાં 1 ચમચી લીમડા તથા કણજીનું તેલ નાખી વાળમાં માલશિ કરવી. જૂ-લીખ કે ખોડો વધુ હોય તો અઠવાડિયામાં 1થી 2 વાર રાત્રે નીમ તેલ, કરંજ તેલ કે સેફતેલ જેવા તેલ રાત્રે સ્કેલ્પમાં લગાવી સવારે વાળ ધોવાથી જૂ-લીખ દૂર થાય છે.

બેકિંગ સોડા બધાંના ઘરમાં સરળતાથી ઉપલબ્ધ હોય છે. આ ઉપાય ખૂબ જ કારગર પણ છે. તેના માટે 2 ચમચી બેકિંગ સોડાને થોડાં પાણીમાં મિક્સ કરીને પેસ્ટ જેવું બનાવી લો. પછી તેને સ્કેલ્પમાં લગાવો અને 20 મિનિટ બાદ વાળ ધોઈ લો.

ચોમાસા દરમિયાન વારંવાર વાળમાં મેંદી કે હેરપેક લગાવવા નુકસાનકર્તા છે. બને ત્યાં સુધી ચોમાસામાં મેંદી કે હેરપેક ન લગાવવા અને જો લગાવવા પડે તેમ જ હોય, તો પણ બને એટલા ઓછા લગાવી થોડો સમય પૂરતાં જ રાખવા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.