ચીની શોધકર્તાને દક્ષિણી પશ્ચિમી ચીનના ચામાચિડિયામાં કોરોના વાયરસના 24 નવા જીનોમ મળ્યા છે. તેમાંથી 4 હાલની મહામારી માટે જવાબદાર સાર્સ કોવ-2 વાયરસ જેવા છે. લગભગ આ વાયકસ જેટલા જ ખતરનાક પણ હોઈ શકે છે.
જર્નલ સેલમાં પ્રકાશિત આ શોદમાં શેનડોન્ગ વિશ્વવિદ્યાલયના ચીની શોધકર્તાએ કહ્યું કે તેમને મળેલા 24 નવા કોરોના વાયરસ જીનોમથી સ્પષ્ટ છે કે ચામાચિડિયામાં અનેક પ્રકારના વાયરસ છે અને અલગ અલગ લોકોમાં ફેલાય છે. આ જીનોમ અલગ પ્રજાતિથી મળ્યા છે. શોધકર્તાઓએ મે 2019થી નવેમ્બર 2002 સુધીના નમૂના લઈને તપાસ કરી છે. તેના મળ, મૂત્ર અને મોઢામાંથી લેવાયેલા નમૂનાની તપાસ કરાઈ રહી છે. તપાસમાં એક જીનોમ મળ્યો છે જે સાર્સ કોવ-2 જેવો છે.
શોધકર્તાઓએ આ નવા 24 જીનોમ મળ્યા હાદ આશા રાખી છે કે હવે કોરોનાની મહામારી અટકી શકે છે. હાલમાં કેસ પણ ઘટ્યા છે.
ચીનમાં મળેલા આ નવા 24 સ્વરૂપને લઈને પણ ચીન પર દબાણ વધી શકે છે. વુહાનનો વાયરસ આ એટલી ઝડપથી ફેલાયો કે તે વૈશ્વિક મહામારી બની. કેટલાક દેશ અને તેના વૈજ્ઞાનિકો માંગ કરી રહ્યા છે કે વાયરસ પ્રાકૃતિક છે કે તેને વુહાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વિરોલોજીમાં તૈયાર કરીને દુનિયામાં ફેલાવાયો છે તેની તપાસ જરૂરી છે.
યાંગે આ સમયે કોરોના વાયરસને ચીની લેબમાં બનાવાયા હોવાની વાતને નકારી છે. તેઓએ કહ્યું કે અમે મહામારીની આડમાં ચીન પર દોષારોપણની કોશિશની નિંદા કરીએ છીએ. અમેરિકા પૂરી તાકાત સાથે આ ખોટી ધારણાને સાચી સાબિત કરવાની કોશિશ કરી રહ્યું છે. તેની પર બ્લિંકનના ચીનને માનવજાતિના હિતમા આ મહત્વપૂર્ણ કામમાં પારદર્શિતા લાવવાની અને સહયોગ આપવાની વાત કરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.