લોક ગાયિકા ગીતા રબારી આવ્યા વિવાદમાં,DDOએ CDHOને કાર્યવાહી કરવા કર્યો આદેશ

ભુજ શહેરના જોડિયા ગામ માધાપરની લોક ગાયિકા ગીતા રબારી વિવાદમાં આવ્યા છે. ઘરે જઈને રજિસ્ટ્રેશન કરી વેક્સિનની રસી આપતા વિવાદ સર્જાયો છે.

ગીતા રબારીએ શનિવારે ટ્વિટર મારફતે પોતાના ઘરે કોરોના સામે રક્ષણ આપતી રસી હોય તેવો ફોટો પોસ્ટ કર્યો હતો, જે બાદ વિવાદ થતા પોસ્ટ ડિલીટ કરી નાખી હતી. પરંતુ, સમગ્ર મામલામાં જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા ઘેરાઈ જતા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીને કાર્યવાહી કરવા આદેશ કરવામા આવ્યા છે. જેના પગલે સી.ડી.એચ.ઓ. ડો. જનક માઢકે માધાપરના ફિમેલ હેલ્થ સુપરવાઈઝરને નોટિસ ફટકારી રવિવાર બપોરે 12 વાગ્યા સુધી ખુલાસો માગ્યો છે.

એક બાજુ કોરોના સામે રક્ષણ આપતી રસી લેવા 18થી 44 વર્ષની વ્યક્તિઓ ઓન લાઈન રજિસ્ટ્રેશન માટે હેરાન પરેશાન થઈ જાય છે, રિજસ્ટ્રેશનનું લોગ ઈન થાય એ પહેલા લોગ આઉટ કરી દેવાય છે.

ગીતા રબારી અને તેમના પતિ સહિત પરિવારજનોને ઘરે જઇને વેક્સિન આપવાની સુવિધા અપાતા લોકોમાં રોષ છે. ત્યારે સવાલો ઉઠી રહ્યા છે કે સેલિબ્રિટી છે એટલે શું ઘરે જઇને વેક્સિનની સુવિધા આપવાની?. લોકો કલાકો સુધી લાઇનમાં ઉભા રહે તો પણ વેક્સિન નથી મળતી?. સ્લોટ બુક કર્યા છતા વેક્સિન નથી મળતી અને આમને ઘરે બેઠા વેક્સિન?. ગીતા રબારીએ સ્લોટ બુક કર્યો કે નહીં એ પણ ચેક કરો. ગીતા રબારીને જેણે વેક્સિન આપી તેને કોના કહેવાથી ઘરે જઇ સુવિધા આપી તે પણ તપાસ કરો.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.