પલટાઇ ગઇ હરિયાણાની બાજી, બીજેપીની બરાબર આવીને ઉભી કોંગ્રેસ

હરિયાણા ચૂંટણી એક રસપ્રદ વળાંક પર આવીને ઉભી છે. બીજેપીને પૂર્ણ બહુમત નથી મળી રહ્યો જ્યારે કોંગ્રેસ તેને બિલકુલ બરાબરની ટક્કર આપી રહી છે. સ્થિતી એવી બની ગઇ છે કે 10 સીટોથી આગળ ચાલી રહેલી જેજેપી કિંગમેકરની ભુમિકામાં ઉભરી રહી છે. હવે જેજેપી કોને સમર્થન આપશે, તે સવાલ પર જેજેપીના નેતા દુષ્યંત ચૌટાલાએ કહ્યું કે તેમનો ફોન ગાડીમાં છે અને હજુ સુધી આ વિશે કોઇની સાથે વાતચીત નથી થઇ. ચૌટાલાએ કહ્યું કે કાલે દિલ્હીમાં પાર્ટીની બેઠક છે, જે બાદ બધુ નક્કી થશે. ચૌટાલાએ કહ્યું કે, 75 પારની વાત કરનારાઓને હરિયાણાની જનતાએ નકારી કાઢ્યા છે અને કોંગ્રેસને તેના ઓવરકોન્ફિડન્સનો જવાબ મળ્યો છે.

હરિયાણામાં નંબર ગેમ સંપૂર્ણ રીતે બદલાતી જોવા મળી રહી છે. કોંગ્રેસે બાજી પલટી નાંખી છે અને તે બીજેપીની બરાબર પહોંચી ગઇ છે. 90 સીટોમાં બંને પાર્ટીઓ અત્યાર સુધીના પરિણામમાં 35-35 પર આગળ ચાલી રહી છે.

હરિયાણામાં અનેક દિગ્ગજોએ હારનો સામનો કરવો પડ્યો છે. કોંગ્રેસે રાષ્ટ્રીય મીડિયા પ્રભારી રણદીપ સિંહ સુરજેવાલા કેથલ સીટ પર ચૂંટણી હાર્યા છે. સુરજેવાલા બીજેપીના લીલા રામ સામે 567 મતોએ હાર્યા છે. સાથે જ બીજી બાજુ હરિયાણાના નાણા મંત્રી અને કદાવર બીજેપી નેતા કેપ્ટન અભિમન્યુ નારનોંદથી ચૂંટણી હાર્યા છે. કેપ્ટન ઉપરાંત હરિયાણા બીજેપીના અધ્યક્ષ સુભાષ બરાલા પણ ચૂંટણી હારી ચુક્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.