48 કલાકમાં પડી શકે છે અહીંયા ભારે વરસાદ,હવામાન વિભાગે જાહેર કર્યું છે એલર્ટ

15 અને 16 જૂનના રોજ શરૂઆતના કલાકોમાં વરસાદ અને તોફાનની ગતિ વધવાની શક્યતા છે. અનેક સ્થાનો પર હળવાથી મધ્યમ વરસાદની ભારે શક્યતા છે. આ સામાન્ય વરસાદ 1-5 સેમી તો ભારે વરસાદ 7-12 સેમીનો નોંઘાઈ શકે છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર હરિયાણાના સિરસામાં 101.4 મિમીનો વરસાદ થયો છે જ્યારે ડબવાલીમાં 62 મીમીનો વરસાદ થયો છે. અન્ય જગ્યાઓમાં નરવાનામાં 32 મીમી, ફતેહાબાદના રતિયામાં 52 મીમી અને સાથે નારનોલમાં મીમી અને રોહતકમાં 14.8 મીમીનો વરસાદ થયો છે.

હવામાન વિભાગે કહ્યું છે કે રવિવારે યમુનાનગર, કુરુક્ષેત્ર, કેથલ, કરનાલ, પાણીપત, ગન્નોર, ફતેહાબાદ, બરવાલા, નરવાના, રજોંધ, અસંધ, સફીદૌં, જીંદ, ગોહાના, હિસાર, હાંસીની આસપાસના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળ્યો હતો.

ગુજરાતમાં આજે હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. હવામાન વિભાગના મતે આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ વરસી શકે છે. જેમાં સુરત, ડાંગ, તાપી, નર્મદા, નવસારી અને વલસાડમાં વરસાદ વરસે તેવી શક્યતા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.