આઠવલેએ ફરીથી વિપક્ષને અરિસો બતાવવાનો કર્યો પ્રયાસ,મોદી ત્રીજી વાર પ્રધાનમંત્રી બનશે- રામદાસ આઠવલે

કેન્દ્રીય મંત્રી અને આરપીઆઈ પ્રમુખ રામદાસ આઠવલેએ 2014ની લોકસભા ચૂંટણીમાં રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધનની જીતની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જ એનડીએને 2024ની સામાન્ય ચૂંટણીમાં જીત મળશે. મોદી ત્રીજી વાર પ્રધાનમંત્રી બનશે.

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે પ્રશાંત કિશોરના ન બનો આદી, નરેન્દ્ર મોદી ઈઝ પક્કે આંબેડકરવાદી, 2024માં ફરી પીએમ બનશે મોદી.

તેમણે કહ્યું કે શરદ પવાર અને પ્રશાંત કિશોરની મુલાકાતથી વિપક્ષનો કોઈ મોટો ફોર્મૂલા નહીં નીકળે. જેનું કારણ છે કે તમામ વિપક્ષી નેતા એક સાથે ન આવી શકે. આઠવલેએ તેમને કહ્યુ કે 2019માં પ્રશાંત કિશોરના કોઈ સમર્થન વગર ભાજપે 303 સીટો જીતી. વિપક્ષી દળ સદન(સંસદ)માં એનડીએનું સમર્થન કરે છે . 2024ની સામાન્ય ચૂંટણીમાં પીએમ મોદીના નેતૃત્વમાં એનડીએને જીત મળશે.

રામદાસ આઠવલેએ 20 ફેબ્રુઆરીએ ગો કોરોના ગોનો નારો આપ્યો હતો. કોરોના વાયરસના મામલા ઓછા થવા પર તેમણે નારો આપ્યો હતો કે નો કોરોના કોરોના નો. રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા(એ)ના નેતા આઠવલેએ કહ્યું હતું કે લોકોએ કોરોના વાયરસથી ડરવાનું નથી એની જગ્યાએ તેને મારવાનો છે. સાથે લોકોને કહ્યું હતુ કે તમે બિલકુલ ન રોતા, થોડાક દિવસો બાદ કોરોના જતો રહેશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.