ગુજરાતના એક દિવસીય પ્રવાસે આવેલાં આપ સુપ્રિમો અરવિંદ કેજરીવાલે ભાજપ-કોંગ્રેસ પર આકરા પ્રહારો કરી એવો આશાવાદ વ્યક્ત કર્યો હતોકે, આપ ગુજરાતમાં ભાજપનો વિકલ્પ બની રહેશે.
આ તરફ, કોંગ્રેસના નેતા ્અર્જૂન મોઢવાડિયાએ ટ્વિટ કર્યુ કે, કેશુભાઇ,ચીમનભાઇ,શંકરસિંહ વાઘેલા જેવા દિગ્ગજ નેતાઓ ભાજપનો વિકલ્પ બની શક્યા નહીં તો પછી આ દિલ્હીથી આવેલાં નેતા કેવી રીતે આ શક્ય કરી દેખાડશે.
કેજરીવાલે ભાજપ-કોંગ્રેસને રાજકીય મિત્ર કહ્યા હતાં ત્યારે મોઢવાડિયાનું કહેવુ છેકે, ગુજરાતમાં કોંગ્રેસ મજબૂત વિકલ્પ છે અને રહેવાનો છે. તેમણે કોંગ્રેસના કાર્યકરોને સંકલ્પ કરવા અપીલ કરી કે, હવે બદલાશે ગુજરાત.
https://twitter.com/arjunmodhwadia/status/1404357776512413698?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1404357776512413698%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.gstv.in%2Fveterans-like-keshubhai-could-not-be-an-alternative-to-bjp-gujarati-news%2F
આ બાજુ, કોંગ્રેસના પ્રવક્તા ડો.મનિષ દોશીએ એવો આક્ષેપ કર્યો કર્યોકે, આપ ભાજપની બી ટીમ છે. કોરોનાકાળમાં જ નહીં,ભાજપ સરકાર તમામ મોરચે નિષ્ફળ રહી છે ત્યારે ભાજપને રાજકીય મદદ કરવાનો આ એક માત્ર રાજકીય પ્રયાસ છે.કેજરીવાલ ગુજરાતમાં ભાજપને મદદ કરવા જ આવ્યાં છે. તેઓ ખેડૂત, આરોગ્ય,શિક્ષણ સહિતના મુદ્દાઓ પર ચૂપ રહ્યાં છે.
દોશીએ એમ પણ કહ્યું કે, કોંગ્રેસ જ ભાજપ સામે લડત લડી રહી છે.એટલું જ નહીં,જનતાની રાજનીતી કરે છે. આગામી દિવસોમાં પ્રજાના વિવિધ પ્રશ્નોને લઇને લોકો વચ્ચે જશે. ભાજપ ધાક ધમકી,પૈસાના જોરે ધારાસભ્યોને ખરીદે છે. શું કેજરીવાલ ધારાસભ્યોને ખરીદવાના નીતીને પ્રોત્સાહન તો નથી આપી રહ્યાંને.તેનો આપે જવાબ આપવો જોઇએ.
https://www.youtube.com/watch?v=9Npnw3F9zNY
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.