શાકભાજીના ભાવમાં ભડકો થતા ગૃહિણીનું બજેટ ખોરવાયું છે. અમદાવાદની જેમ સુરત, રાજકોટ, વડોદરામાં પણ શાકભાજીના ભાવમાં વધારો થયો છે. ડુંગળીનો ભાવ આસમાને પહોંચ્યો છે. તો બીજા શાકભાજીના ભાવમાં પણ ખુબ વધી રહ્યા છે.
- ડુંગળી સામાન્ય ભાવથી બમણા ભાવે વેચાય છે
- કોથમીર-મરચાંના ભાવ પૂછવા જેવા જ નથી
- ટામેટાના ભાવ પણ મધ્યમવર્ગને લાલઘૂમ કરી મૂકે તેવા
રાજ્યભરમાં શાકભાજીના ભાવમાં ભડકો થતા સામાન્ય ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. સામાન્ય રીતે જે શાકભાજી માટે રોજના 100 રૂા. ખર્ચાતા હતા તેના માટે હવે 200થી 250 રૂા. ફાળવવા પડી રહ્યા છે. કોથમીર-મરચા અને ડુંગળીના ભાવ એટલા થઈ ગયા છે કે લોકો સલાડ ખાવાનું છોડી દે.
ડુંગળીના ભાવે છેલ્લા 5 વર્ષનો રેકોર્ડ તોડ્યો
ડુંગળીના ભાવથી ગૃહણીઓના આંખમાં આંસુ આવી ગયા છે. રાજ્યમાં ભારે વરસાદને પગલે ડુંગળીના ભાવમાં પણ ભડકો થયો છે. ડુંગળીના હોલસેલ ભાવ 50 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચ્યા છે તો રીટેલમાં ડુંગળીનોભાવ 65થી 70 પ્રતિકિલો પહોંચી ગયો છે. રિટેલ માર્કેટમાં ડૂંગરીનો ભાવ પહોંચ્યો આસમાને પહોંચ્યો છે. અધધ ભાવને કારણે ડુંગળી ગુજરાતી ભાણામાં દેખાતી ઓછી થઈ ગઈ છે. છેલ્લા એક મહિનામાં ડુંગળીના ભાવ બમણા થઈ ગયા છે. તેના ભાવમાં 25થી 30 રૂપિયાનો થયો વધારો થયો છે.
બીજા શાકભાજીના ભાવ પણમાં પણ ભડકો
ડુંગળી તો ઠીક પણ બીજા શાકભાજીના ભાવમાં પણ ભડકો થયો છે. જે ગુવારને આમ કોઈ પૂછતુય નહોય તેનો ભાવ અમદાવાદમાં 100 રુપિયે કીલો પહોંચ્યો છે. કોથમીર તો ખાવી જ અઘરી થઈ પડી છે. 120 રુપિયે કીલોની કોથમીર મધ્યમવર્ગની થાળીમાંથી અદ્રશ્ય થઈ ગઈ છે. મરચાના ભાવમાં પણ લાય ગરે છે. મરચાના ભાવ કીલોના 60 રૂપિયા છે જ્યારે રિંગણ કીલોનાં 40 રુપિયા, ભીંડો 40 રૂપિયા કીલો, ટામેટા 40 રુપિયે કીલો થઈ ગયા છે. ફુલાવર અને કોબીજનો ભાવ પણ 60 રૂપિયે કિલો પહોંચ્યો છે. આવા તોતીંગ ભાવવઘારા થી ગૃહિણીઓ ના બજેટ પર માઠી અસર જોવા મળી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.