દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ સોમવારે ગુજરાતની એક દિવસીય મુલાકાતે હતા. આ દરમિયાન તેમણે સ્થાનિક આગેવાનો સાથે બેઠક કરી તો ગુજરાતના પત્રકાર ઇસુદાન ગઢવીને ખેસ પહેરાવીને પાર્ટીમાં આવકાર્યા.
તો અમદાવાદ વાદ ખાતે આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલયનો પ્રારંભ પણ કરાવ્યો હતો. જો કે, મોડી સાંજે દિલ્હી પહોંચ્યા બાદ રાજુલાના કોંગ્રેસના ધારાસભ્ય અમરીશ ડેરને ફોન કરીને આપમાં જોડાવાનું આમંત્રણ આપતા રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો છે.
ASMITA NEWS સાથેની વાતચીતમાં કોંગ્રેસી ધારાસભ્યએ જણાવ્યું કે, ગુજરાત આવેલા અરવિંદ કેજરીવાલે દિલ્હી પહોંચ્યા બાદ કોલ કરીને રાજુલા રેલવે જમીન વિશે પણ વાત કરી હતી અને AAPમાં જોડાવા માટે આમંત્રણ પણ આપ્યું હતું.
પત્રકાર પરિષદને સંબોધન કરતા દિલ્હીના મુખ્યમંત્રીએ મોટી જાહેરાત કરી હતી. કેજરીવાલે કહ્યું કે, આગામી સમયમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે AAP 2022ની ચૂંટણીમાં 182 બેઠક પર ચૂંટણી લડશે.
AAPમાં વિધિવત્ રીતે જોડાયા બાદ બોલ્યાં કે ગુજરાતમાં બદલાવ લાવવાનો છે અને તેની માટે જ રાજકારણમાં આવ્યો છું. લોકો કહેતા હતા કે મતદાન તો કરવું છે પરંતુ ગુજરાતમાં એવો કોઈ ત્રીજો વિકલ્પ નથી એટલે કોને મતદાન કરીએ. ત્યારે હું કહું છું કે તમારી સામે હવે એક પ્રમાણિક ત્રીજો વિકલ્પ હું છું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.