જો આપને લોન ચૂકવવામાં થઈ રહી છે મુશ્કેલી તો હવે ઉઠાવો આ સ્કીમનો લાભ,જાણો તમારા સવાલનાં જવાબો.

કોરોનાની પ્રથમ લહેર દરમિયાન રિઝર્વ બેંકે લોન લેનારાઓને મોટી રાહત આપી હતી. આ રાહત લોન મોરેટોરિયમના રૂપમાં આપવામાં આવી હતી. આ વર્ષે ફરીથી દેશમાં કોરોનાની લહેર જોવા મળી રહી છે, જેને બીજી લહેરનું નામ આપવામાં આવ્યું છે. ગયા વર્ષની જેમ આ વર્ષે પણ રિઝર્વ બન્કે લોન લેનારાઓ માટે મુદત (મોરેટોરિયમ) ની જાહેરાત કરી છે. આ કામ લોન રિસ્ટ્રકચરિંગ પ્રોગ્રામ અંતર્ગત કરવામાં આવી રહ્યું છે. જેને સેકન્ડ લોન રિસ્ટ્રક્ચરિંગ નામ આપવામાં આવ્યું છે.જેઓ મોરેટોરિયમનો લાભ લેવા માંગે છે.

તેઓએ લોન રિસ્ટ્રકચરિંગ પ્રોગ્રામનો ભાગ બનવું પડશે અને તે અંતર્ગત અરજી કરવાની જરૂરિયાત રહેશે. સેકન્ડ લોન રિસ્ટ્રકચરિંગ પ્રોગ્રામમાં એ લોકો જ ફાયદો લઇ શકશે કે જેઓ પૂર્વમાં કોઇ લોન રિસ્ટ્રકચરિંગ પ્રોગ્રામનો ભાગ ન રહ્યાં હોય. જે લોકો પોતાની લોનનું બરાબર રિપેમેન્ટ કરતા આવ્યાં છે તેઓને આ મોરેટોરિયમ કાર્યક્રમનો લાભ આપવામાં આવશે. તેની કક્ષામાં તે તમામ ઉત્પાદનો આવશે કે જે ક્રેડિટ ઉત્પાદનો તરીકે માનવામાં આવે છે. રિઝર્વ બેંકની આ યોજના મુજબ, રીસ્ટ્રક્ચરિંગ પ્રોગ્રામમાં હોમ લોન, ટોપ અપ હોમ લોન, પર્સનલ હોમ લોન, કાર લોન, એજ્યુકેશન લોન અને ગોલ્ડ લોન જેવી તમામ રિટેલ લોનનો સમાવેશ કરવામાં આવ્યો છે. એટલે કે, આવી લોન લેનારા લોકો મોરેટોરિયમનો લાભ લઈ શકે છે.

મોરેટોરિયમમાં આ લોનનો સમાવેશ થશે ;
એચડીએફસી બેંકએ પોતાની વેબસાઇટ પર ક્રેડિટ કેટેગરીમાં એ યાદીની વાત કરી છે કે જે લોન રીસ્ટ્રક્ચરિંગ પ્રોગ્રામ અંતર્ગત આવશે. એક અહેવાલ મુજબ, ક્રેડિટ કાર્ડ પર લેવામાં આવેલ સામાન, ઑટો લોન અને ટુ-વ્હીલર લોન, વ્યક્તિગત લોન (સ્વ-ઉપયોગ અથવા વ્યવસાય માટે લેવામાં આવતી લોન) પ્રોફેશનલ્સની પર્સનલ લોન, એજ્યુકેશન લોન, હાઉસિંગ લોનને મોરેટોરિયમની કેટેગરીમાં રાખવામાં આવી છે. જો કોઈ કંપનીએ તેના કર્મચારીઓને લોન આપી છે, તો તે મોરેટોરિયમની શ્રેણીમાં નહીં આવે.

ઊંચા વ્યાજથી સાવધ રહો ;
આ અંતર્ગત, વ્યક્તિને બે વર્ષ માટે લોનની ચુકવણી પર રાહત મળી શકે છે. આ વ્યાજ અને મુળ ધન બંને માટે લાગુ પડે છે. વ્યક્તિગત લોન રીસ્ટ્રક્ચરિંગ કાર્યક્રમ હેઠળ 2 વર્ષની મુદત માટે અરજી કરી શકે છે. આ સમયગાળાના અંત બાદ ફરીથી લોનની ચુકવણી કરવાની જૂની પદ્ધતિમાં પાછા ફરવું પડશે અને બધું જ ઉમેરીને ઊંચી EMI ચૂકવવી પડશે. જો ઇએમઆઈ વધારે હોય તો મોરેટોરિયમ પછી ચુકવણીની મુદત વધારવા માટે અરજી કરી શકો છો. એક વિકલ્પ એ પણ છે કે મોરેટોરિયમ લીધા વગર જ કોઇ લોન લેનાર વ્યક્તિ રિપેમેન્ટની મુદત વધારવા માટે અરજી કરી શકે છે.

5 લાખની ઓટો લોન પર કેટલું વ્યાજ ;
અહીં ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે, ઇએમઆઈ અથવા મૂળ ધનની ચુકવણી પર મોરેટોરિયમની સુવિધા વધારવા માટે બાદમાં વધુ વ્યાજ દર ચૂકવવાની જરૂર હોય છે. જો તમે ઓછી ચુકવણી કરો છો અથવા તો મોરેટોરિયમ દરમિયાન ચૂકવણી નથી કરતા તો તો લોનનો બોજો વધી જશે. વ્યાજની રકમ વધશે અને પાછળથી તમારે એક સાથે વધુ પૈસા ચૂકવવા પડશે. ઉદાહરણ તરીકે, ધારો કે કોઈએ 5 લાખની ઓટો લોન લીધી છે અને તેનો કાર્યકાળ 5 વર્ષનો છે. તો હાલના નિયમો મુજબ EMI રૂ. 10,624 હશે.

એક વર્ષની મુદ્દત (મોરેટોરિયમ) લઈ રહ્યાં છો અને કોઈ ઇએમઆઈ નથી ચૂકવી રહ્યાં તો મોરેટોરિયમ બાદ 52,357 રૂપિયાની ઇએમઆઇ ચૂકવવી પડશે. જો મુદત બે વર્ષ માટે લેવામાં આવે છે, તો 1,10,195 રૂપિયા ચૂકવવા પડશે. 1 વર્ષની મુદત પૂર્ણ થયા બાદ બાકી પ્રિન્સિપાલ 5.53 લાખ રૂપિયા હશે. બે વર્ષ પછી આ રકમ 6.10 લાખ રૂપિયા થશે. એક વર્ષની મુદત બાદ વ્યાજ રૂ. 52,357 થશે અને બે વર્ષ પછી રૂ. 1,10,195 ચૂકવવા પડશે.

https://www.youtube.com/watch?v=IHyAynZEWZU

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.